પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચંચલાની અને બોલીવુડ અભિનેત્રી એલી અવરામ આ દિવસોમાં તેમના સંબંધોને કારણે ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમની રોમેન્ટિક તસવીર વાયરલ થઈ રહી છે તેના પર ફેન્સ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આશિષ ચંચલાની સાથેના સંબંધો માટે એલી અવરામ ટ્રોલ થઈ હતી અને હવે અભિનેત્રીએ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. 


આશિષ સાથેના સંબંધો માટે ટ્રોલ થઈ એલી અવરામ 

આશિષ ચંચલાની અને એલી અવરામની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં આશિષ એલીને પોતાના હાથમાં લઈને બેઠો જોવા મળે છે અને બંનેના ચહેરા પર એક સુંદર સ્મિત છે. એલીએ હાથમાં ફૂલ પકડ્યું છે અને આ ફોટો તેમના સંબંધની શરૂઆત દર્શાવે છે. આશિષે આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, 'ફાઈનલી'. તેથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ હવે તેમના સંબંધને સત્તાવાર બનાવી દીધો છે.


એલી અવરામ ટ્રોલર્સેને આપ્યો જડબાતોડ જવાબ

કેટલાક ફેન્સે આ કપલને અભિનંદન આપ્યા તો કેટલાક ટ્રોલર્સે વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી. એક યુઝરે એલીના 'બોડી કાઉન્ટ' પર આશિષ પર નિશાન સાધ્યું. તો બીજા એ કહ્યું કે 'ભાઈનું વજન 70 કિલો છે અને બોડી કાઉન્ટ 100+ છે વાહ'. એલીએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ડાયરેક્ટ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, 'તમારા શરીરનો સૌથી સેક્સી ભાગ તમારું મન છે.' તેના પર પ્રતિક્રિયા આપતા એલીએ લખ્યું કે, 'True Story.' આ પોસ્ટને ટ્રોલ્સને યોગ્ય જવાબ માનવામાં આવી રહ્યો છે. 



  • Follow us on: