સસુરાલ સિમર કા અભિનેત્રી દીપિકા કક્કર કેન્સર બીમારીથી ઝઝુમી રહી હતી. અભિનેત્રી દીપિકા કક્કર ઇબ્રાહિમે મે 2025માં ખુલાસો કર્યો હતો કે તે લીવર કેન્સરથી પીડિત છે. ત્યાર બાદ લીવર સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દ્વારા કેન્સર દૂર કરવામાં આવ્યું હતું. કેન્સરની સારવાર બાદ મોંમાં ચાંદા પડી ગયા છે.
દીપિકા કક્કરના મોઢામાં મોંમાં ચાંદા
દીપિકાની સારવાર ફરી એકવાર 10 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. શોએબે એક વ્લોગ શેર કર્યો અને જણાવ્યું કે દીપિકાની દવા શરૂ થઈ ગઈ છે. હાલમાં તેની કોઈ મોટી આડઅસર નથી પરંતુ તેના મોંમાં ચાંદા પડી ગયા છે. શોએબે બતાવ્યું કે દીપિકા અને શોએબ દીકરા રૂહાનના રસીકરણ માટે ગયા હતા. દીપિકાએ ટાર્ગેટેડ થેરાપી દવા લેવાનું શરૂ કર્યું. દીપિકા પહેલા દિવસે ઠીક રહી, બીજા દિવસે મોંમાં ચાંદા પડી ગયા હતા.
દીપિકાને થશે આ બીમારી!
દીપિકાએ કહ્યું હતું કે તે થાકી ગઈ છે પણ તે ઠીક છે. તે રૂહાન સાથે બહાર ગઈ હતી તેથી તે આ કારણે પણ થાકી ગઈ છે. અલ્સર અંગે દીપિકાએ કહ્યું કે ડોક્ટરના જણાવ્યા અનુસાર, મને અલ્સર થઈ શકે છે. આ માટે વ્યક્તિએ શક્ય તેટલું પાણી પીવું જોઈએ. તેથી હું મારા પાણીનું સેવન વધારીશ. મને લાગે છે કે તે ઠીક રહેશે.
આ પહેલા દીપિકાએ પણ પોતાનો વ્લોગ શેર કર્યો હતો. સર્જરી પછી આ દીપિકાનો પહેલો વ્લોગ હતો. આમાં દીપિકાએ પોતાના ડાયેટ વિશે જણાવ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે હવે તેની પાસે વધારે કામ નથી. દીપિકાને એ વાતનું પણ ખરાબ લાગે છે કે તેના કારણે પરિવારના પ્લાન રદ થઈ રહ્યા છે. કોઈનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો નથી.