બોલીવુડ અભિનેત્રી કાજોલ 90ના દાયકાની એક સફળ અભિનેત્રી છે. બેખુદી ફિલ્મથી ડેબ્યુ કર્યા બાદ કાજોલે અનેક સુપરહિટ અને બેન્ચમાર્ક ફિલ્મ આપી. કાજોલની શાહરૂખ ખાન સાથેની "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" ફિલ્મને આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે. અભિનયનો જલવો બતાવનાર કાજોલ હાલમાં એક સીનને લઈને ચર્ચામાં છે. ઓટીટી ડેબ્યૂ "ધ ટ્રાયલ - પ્યાર, કાનૂન, ધોખા" માં કાજોલે પોતાની 30 વર્ષની No Kiss પોલિસી તોડી. આખરે અભિનેત્રી પર કોઈ દબાણ હતું કે પછી સ્ક્રીપ્ટની ડીમાન્ડ. કાજોલે પોતાની No Kiss પોલિસી તોડવા પર ખુલાસો કર્યો છે.
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કાજોલે તોડી પોલીસી
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કાજોલે વર્ષો સુધી ફિલ્મોમાં કિસિંગ સીન ન આપવાની પોલિસી જાળવી રાખી હતી, પરંતુ તેની વેબ સીરીઝ 'ધ ટ્રાયલ' (The Trial) દ્વારા તેણે આ નિયમ તોડ્યો છે. કાજોલે પોડકાસ્ટમાં તેની નો-કિસિંગ પોલિસી છોડી દેવાના નિર્ણય વિશે સ્પષ્ટ વાત કરી. કાજોલે જણાવ્યું હતું કે, આ સીરીઝમાં કિસિંગ સીન કોઈ સનસનાટી ફેલાવવા માટે નહીં, પરંતુ વાર્તા અને પાત્રની માંગ મુજબ હતો. તેણે સ્પષ્ટતા કરી કે, એક કલાકાર તરીકે જ્યારે તમે કોઈ પરિપક્વ વાર્તાનો ભાગ બનો છો, ત્યારે પાત્રો વચ્ચેની લાગણીઓને વાસ્તવિક રીતે દર્શાવવી જરૂરી બને છે. આ સીરીઝમાં તે એક વકીલ અને પત્નીની ભૂમિકામાં છે, જ્યાં તેના અંગત જીવનના સંઘર્ષો દર્શાવવા આ પ્રકારના સીન્સ અનિવાર્ય હતા. કાજોલના આ બોલ્ડ નિર્ણયની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ તેણે વ્યાવસાયિક રીતે આ ફેરફારને સ્વીકાર્યો છે.













