ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી તાનિયા ચેટર્જી વચ્ચેનો વિવાદ વધતો જાય છે. અભિનેત્રી તાનિયા ચેટર્જી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના મેસેજના ખુલાસાને લઈને સમાચારોની હેડલાઈન બની છે. અભિનેત્રી તાનિયાએ પાપારાઝી સાથે વાત કરતી વખતે દાવો કર્યો કે ક્રિકેટરે તેને 2023 માં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. યુઝવેન્દ્રનો મેસેજ લોકો સાથે શેર કરવા પર હવે અભિનેત્રી તાનિયા વિવાદમાં સપડાઈ. યુઝવેન્દ્રને કોઈ કહેતું નથી, આ મામલે મારી જ બદનામી થઈ રહી છે. યુઝવેન્દ્ર સાથેના વિવાદ પર તાનિયાનું દર્દ છલકાયું. વધુમાં અભિનેત્રીએ આક્ષેપ કર્યો કે ચહલની ટીમ દ્વારા તેના પર આ વીડિયો ડિલીટ કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે.


યુઝવેન્દ્ર મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો, તાનિયા

યુઝવેન્દ્ર સાથેના વિવાદ મુદ્દે હાલમાં તાનિયા ચેટર્જીએ પેપ્સ સમક્ષ ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે યુઝવેન્દ્ર ચહલે તેની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ, ક્રિકેટરે તેને નોટિસ મોકલી છે. તે કહે છે, "મને ખ્યાલ નહોતો કે આ વીડિયો આટલો વાયરલ થશે. લોકો મને ટ્રોલ કરી રહ્યા છે. હું જ બદનામ થઈ રહી છું." નોંધનીય છે કે તાનિયાએ એક વીડિયોમાં કહ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને તેને ક્યૂટ કહી હતી. જેના પુરાવા અભિનેત્રીએ ફેન્સ સાથે શેર પણ કર્યા હતા. અભિનેત્રી તાનિયા અને યુઝવેન્દ્ર ચહલને લઈને આ વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. 

તાનિયા ચેટર્જીએ લગાવ્યા યુઝવેન્દ્ર પર આરોપ

યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી તાનિયા ચેટર્જી વચ્ચેનો વિવાદ, જે એક ટેક્સ્ટ મેસેજથી શરૂ થયો હતો, હવે કાનૂની વળાંક લઈ રહ્યો છે. તાનિયા  કહે છે, "તેમનો (યુઝવેન્દ્ર ચહલનો) કેસ ઠીક છે. કંઈ થઈ રહ્યું નથી. કોઈ તેમની વિરુદ્ધ કંઈ કહી રહ્યું નથી. મને ખ્યાલ નહોતો કે તે આટલો વાયરલ થશે. તે કહે છે કે તેને નથી લાગતું કે આ કોઈ મોટી વાત છે. તાનિયાના મતે, તેણે તે ટિપ્પણીઓ મજાકમાં કરી હતી અને તેને ખૂબ જ બદનામ કરવામાં આવી છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાનિયાને "ગંદી બાત" વેબ સિરીઝ દ્વારા ઓળખ મળી. તેણે અનેક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.


આ પણ વાંચો : 90ના દાયકામાં બોલીવુડ અને અંડરવર્લ્ડના કનેક્શન પર રામ ગોપાલ વર્માનો ચોંકાવનારો ખુલાસો

  • Follow us on: