બોલીવુડમાં અત્યારે બોક્સ ઓફિસ પર દિગ્ગજ અભિનેતાની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે બીજી બાજુ કલાકારોને લઈને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીની હિરોઈન હિનાખાનને બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે અને ત્યાં દિપીકા કક્કરને સ્ટેજ 1નું લીવર કેન્સરનું નિદાન થતા તેમના ફેન્સ ચિંતિત થયા છે. અને તાજેતરમાં ફરી એક મશૂહર અભિનેત્રીને બ્રેસ્ટ કેન્સર થયાનું મીડિયા સાથેની વાતચીતમાં પોતે જ ખુલાસો કર્યો. બ્રેસ્ટ કેન્સરની દર્દી તનિષ્ઠા ચેટર્જી જે એક અભિનેત્રી હોવા સાથે દિગ્દર્શક પણ છે.
પિતા પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા
અભિનેત્રી-દિગ્દર્શક તનિષ્ઠા ચેટર્જી પોતાના અંગત જીવનની વાત શેર કરતાં કહ્યું કે તે સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે. વધુમાં અભિનેત્રીએ કહ્યું કે ચાર મહિના પહેલા તેને કેન્સરનું નિદાન થયું હતું. મને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે હું ભાંગી પડી હતી. કારણ કે ગયા વર્ષે મેં કેન્સર જેવા ગંભીર રોગમાં મારા પિતાને ગુમાવ્યા હતા. આ સ્થિતિમાંથી હું હજુ બહાર આવતી હતી ત્યાં હું પોતે કેન્સરગ્રસ્ત હોવાની જાણ થઈ. મારા માટે આ સમય બહુ પીડાદાયક રહ્યો.
લોકોના સપોર્ટથી વધુ મજબૂત બની
તનિષ્ઠા ચેટર્જીએ કહ્યું કે અત્યારે હું બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છું. અને આ સારવાર એટલી પીડા આપે છે કે એવું થાય કે કયારે પણ દુશ્મનને આ બીમારી ના થાય. જે લોકો આ સ્થિતિમાંથી પસાર થયા હશે તેમને જ આ તકલીફ વિશે ખ્યાલ આવશે. જો કે જયારે પણ લોકોને મારી બીમારીની જાણ થાય છે તમામ મને મદદ કરવા તત્પર રહે છે. લોકોના સપોર્ટના કારણે હવે ધીરેધીરે હું વધુ મજબૂત બનવા લાગીછું.
મને મૃત્યુનો ડર નથી દિકરીની ચિંતા છે
વધુમાં અભિનેત્રીએ કહ્યું કે મને મૃત્યુનો ડર નથી પરંતુ મને મારા કરતાં પોતાની દીકરીની વધુ ચિંતા છે. કેન્સરની સારવારમાં એક વાત હું સમજી છું કે તમારો પોઝિટી એપ્રોચ જ તમને બીમારીમાં મદદ કરે છે. એટલે હું મારી 70 વર્ષની માતા અને 9 વર્ષની પુત્રીની સંભાળ રાખવાની છે અને મારે તેમના માટે જીવવાનું છે તેવા સકારાત્મક વિચાર રાખી વધુ મજબૂત બની રહી છું.