ટીવી ઇન્ડસ્ટ્રીમાં એકતા કૂપર એક સફળ નિર્માતા માનવામાં આવે છે. એકતા કપૂરના હોમ પ્રોડકશન હેઠળ અનેક ટીવી શો લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કરતા રહ્યા. ભારતની રાજનીતિમાં અત્યારે સશક્ત મહિલા નેતાઓની વાત થાય ત્યારે સ્મૃતિ ઇરાનીનું નામ લોકોને ચોક્કસ યાદ આવે છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીને એકતા કપૂરની ક્યુંકી સાસ ભી કભી બહુ થી સિરીયલે વધુ લોકપ્રિયતા અપાવી હતી.
સ્મૃતિ ઇરાની થઈ લોકપ્રિય
કહી શકાય આ સિરીયલથી તુલસી તરીકે સ્મૃતિ ઇરાનીનું નામ ઘેર-ઘેર જાણીતું થયું છે. આજે ફરી સ્મૃતિ ઇરાની એકતા કપૂરની સિરીયલ 'ક્યુંકી સાસ ભી કભી બહુથી -2' માં કમબેક કરવા જઈ રહી છે તેવું ફિલ્મી વર્તુળોમાં ચર્ચા છે. સ્મૃતિ ઇરાની એકતા કૂપરની ઓફિસ જોવા મળ્યા બાદ અફવાનો દોર શરૂ થયો છે કે સ્મૃતિ આ ફરી ટીવી પડદે પુનરાગમન કરે કરી શકે છે. વર્ષો પહેલા આવેલ 'ક્યુંકી સાસ ભી કભી બહુથી ટીવી શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. આ સિરીયલના પાત્રો આજે પણ લોકોને યાદ છે.
ફરી ટીવી શોમાં કરશે કમબેક સ્મૃતિ ઈરાની
ખાસ કરીને આ સિરીયલના તુલસી પાત્ર કે જે સ્મૃતિ ઇરાનીએ અભિનય કર્યો છે અને દક્ષા ચાચીનું પાત્ર કે જેમાં ગુજરાતી કલાકાર કેતકી દવે અભિનય કર્યો છે તે ખૂબ લોકપ્રિય થયા હતા. આજે પણ કેટલીક ટીવી ચેનલ પર આ શો બતાવવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ એકતાના 'ક્યુંકી સાસ ભી કભી બહુથી -2' અંગે નવું અપડેટ સામે આવ્યું છે. જે મુજબ અનુપમા ફેમ પોપ્યુલર અભિનેત્રી આ શો નો હિસ્સો બની શકે છે. એકતાના આ નવા ટીવી શોને લઈને સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયે પણ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. એક નેતા હોવાના કારણે સ્મૃતિ ઝેડ પ્લસ સુરક્ષા સાથે શૂંટિગ કરી રહી છે.
અભિનેત્રીને લઈને સસ્પેન્સ
અનુપમા ફેમ અભિનેત્રીને આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે સંપર્ક કરાયો હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. મીડિયામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' માટે નિધિ શાહનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે આ મામલે હજુ સુધી પ્રોડકશન કે અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે અનુપમાની કઈ ફેમસ અભિનેત્રી આ શોનો હિસ્સો બનશે તેને લઈને સસ્પેન્સ બન્યું છે. એકતા કપૂરની પાર્ટ-2 કયોંકી સિરીયલમાં ઘણા જૂના ચહેરાઓ પણ જોવા મળશે. આ યાદીમાં હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, મૌની રોય, કરિશ્મા તન્ના, સંદીપ બાસવાના, શિલ્પા અગ્નિહોત્રી, રક્ષંદા ખાન, શક્તિ આનંદના નામ શામેલ છે.