ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. અભિનેતાના અફવાવાળા અફેરના સમાચારોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા એક અદ્ભુત પુત્ર અને પિતા છે, પરંતુ તે તેના આગામી જીવનમાં તેને તેના પતિ તરીકે નહીં ઇચ્છે. હાલમાં જ સુનીતા આહુજા અને કોમેડિયન ક્રિષ્નાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરો કલર્સના ફેમસ લાફટર શેફ શોની હતી. જયાં વર્ષો બાદ ક્રિષ્ના અને સુનીતાની સુખદ મુલાકાત થઈ. શોમાં ક્રિષ્નાને ગળે લગાવી સુનીતા કહે છે કે વનવાસ ખતમ થયો. આ તસવીરો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી હતી. જો કે ગોવિંદાને લઈને કરેલા સુનીતા નિવેદન ફરી સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.


સુનિતા આહુજાએ કહ્યું ગોવિંદા પતિ તરીકે...

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, સુનિતાને પૂછવામાં આવ્યું હતું કે શું તે તેના પતિ ગોવિંદાના ફેન ફોલોઇંગથી ઈર્ષ્યા કરે છે? તેમણે જવાબ આપ્યો, "જ્યારે તમને તમારા પતિ પર સંપૂર્ણ વિશ્વાસ હોય... જો કોઈ હીરો હોય અને તમે તેના અફેરના સમાચાર સાંભળો, તો 90 ના દાયકામાં તે સામાન્ય હતું. હું આજની વાત નથી કરી રહી." સુનિતાએ કહ્યું કે ગોવિંદા હંમેશા એક સારો પુત્ર રહ્યો છે, તે સારો પિતા પણ છે. પરંતુ પતિ તરીકે, તે તે નથી જે તે ઇચ્છતી હતી. વધુમાં સુનીતાએ ગોવિંદાને લઈને કહ્યું કે તે સુપરસ્ટાર હોવા છતાં વૈભવી જીવન માણી શકયો નથી તેનું મને દુઃખ છે.

ગોવિંદાના ડિવોર્સની અફવા પર સુનિતાએ તોડયું મૌન

બોલીવુડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધો ઘણા સમયથી સતત ચર્ચાનો વિષય રહ્યા છે. એક સમયે બોલિવૂડના નંબર વન કપલ ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. તેમના અલગ થવાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું, પરંતુ તાજેતરના ઇન્ટરવ્યુમાં સુનિતાએ ગોવિંદા સાથેના ડિવોર્સ અને અફેરની અફવા પર મૌન તોડયું. સુનીતાએ આગળ આવીને કહ્યું કે તેઓ બિલકુલ અલગ થવાના નથી.


આ પણ વાંચો : Naagin 7 થશે બંધ, આ દિવસે ટેલિકાસ્ટ થશે છેલ્લો એપિસોડ, મેકર્સ દ્વારા લેવાયો મોટો નિર્ણય!

  • Follow us on: