નાગિન 7ના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે અને તે એ છે કે ટૂંક સમયમાં જ આ શો ઓફ-એર થવાનો છે. જ્યારે નાગિન 7નું પ્રીમિયર થયું હતું, ત્યારે આ શોએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. એટલું જ નહીં, TRP લિસ્ટમાં પણ નંબર વન પર હતો.


દર્શકોમાં ઘટતો જતો ક્રેઝ

પરંતુ, ધીમે-ધીમે TRP માં આ શોની હાલત ખરાબ થવા લાગી. શાનદાર સ્ટારકાસ્ટ હોવા છતાં નબળી સ્ટોરીને કારણે આ શોમાં દર્શકોનો રસ ધીમે-ધીમે ઓછો થવા લાગ્યો. TRP માં શોની ખરાબ હાલત જોયા બાદ મેકર્સે નિર્ણય લીધો છે કે હવે નાગિન 7 પર તાળા મારી દેવામાં આવશે.

એકતા કપૂરે ઓફ-એરના સમાચાર પર લગાવી મહોર

જોકે શો ઓફ-એર થવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નહોતું. હવે શોની પ્રોડ્યુસર એકતા કપૂરે પોતે જ પુષ્ટિ કરી છે કે નાગિન 7 ઓફ-એર થવા જઈ રહ્યો છે.

એકતા કપૂરના જન્મદિવસ પર અંતિમ એપિસોડ

એકતા કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નાગિન 7ની ટીમ સાથે જોવા મળી રહી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે નાગિન 7 ઓફ-એર થવાનો છે. વીડિયોમાં એકતા કપૂરે એ પણ જણાવ્યું કે નાગિન 7 તેના જન્મદિવસના દિવસે બંધ થશે.


શોના બાકી રહેલા એપિસોડ અને તારીખ

અહેવાલ મુજબ હવે નાગિન 7ના માત્ર 8 એપિસોડ બાકી છે. એકતા કપૂરનો જન્મદિવસ 7 જૂને હોય છે. એવામાં નાગિન 7નો છેલ્લો એપિસોડ 7 જૂને જ ટેલિકાસ્ટ થશે. નાગિન 7ના પહેલા એપિસોડનું પ્રીમિયર 27 ડિસેમ્બર 2025ના રોજ થયું હતું.

નવા ટ્વિસ્ટ સાથે શોનો અંત

ઘટતી TRPને કારણે મેકર્સે આટલી જલ્દી આ શોને ઓફ-એર કરવાનો નિર્ણય લીધો છે. શો ઓફ-એર થાય તે પહેલા નાગિન 7માં ઘણા કલાકારોની એન્ટ્રી થશે, જેના કારણે ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે. એટલું જ નહીં, શોમાં ટૂંક સમયમાં લિપ (Leap) પણ બતાવવામાં આવનાર છે.

આ પણ વાંચો- Bollywood Couple : ગોવિંદા નથી જીવી શક્યા સારી જિંદગી, પત્ની સુનીતા આહુજાનું છલકાયું દર્દ!

  • Follow us on: