અન્નુ કપૂર બોલીવુડના એક એવા દિગ્ગજ કલાકાર છે જે હંમેશા નિખાલસતાથી અને સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. તાજેતરમાં સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઇન્ટરવ્યુમાં અન્નુ કપૂરે પોતાના અંગત જીવન અને ખાસ કરીને પીઢ અભિનેતા ઓમ પુરી સાથેના કૌટુંબિક સંબંધો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અન્નુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરીની એક અદ્ભુત અભિનેતા તરીકે પ્રશંસા કરી, પરંતુ તેમણે તેમના પર તેમની બહેનનું જીવન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો.
ઓમ પુરીના સંબંધો પર અન્નુ કપૂરનો ખુલાસો
અન્નુ કપૂરે તેમની બહેન સીમા કપૂર અને ઓમ પુરીના લગ્નજીવન વિશે વાત કરતા ભારે હૈયે જણાવ્યું કે ઓમ પુરી એક મહાન અભિનેતા હતા, પરંતુ એ વાત અલગ છે. તે કોઈનો પતિ બન્યો, અને પછી તેણે એક સ્ત્રી સાથે છેતરપિંડી કરી. ત્યાં જ બધું ખોટું થયું, અને હું તે સ્ત્રીનો ભાઈ છું. ઓમપુરીએ મારી બહેન સીમા સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું. ૧૯૯૧માં લગ્ન કર્યા બાદ માત્ર એક વર્ષમાં જ ઓમ પુરીએ અન્ય સ્ત્રી માટે સીમાને છોડી દીધી હતી. અન્નુ કપૂરે જણાવ્યું કે લગ્ન બાદ તેમની બહેન સાથે દગો કર્યો અને તે એકલી પડી ગઈ હતી.
અન્નુ કપૂર બહેનને લઈને થયા ભાવુક
અન્નુ કપૂરે રડતા રડતા જણાવ્યું કે જ્યારે ઓમ પુરીનું સ્વાસ્થ્ય લથડ્યું, ત્યારે તેઓ ફરીથી તેમની પ્રથમ પત્ની સીમા પાસે પાછા ફર્યા હતા. સીમાએ કોઈપણ ફરિયાદ વગર દિલથી તેમની સેવા કરી. અન્નુ કપૂર તેમને કોર્ટમાં ઘસડી જવા માંગતા હતા, પરંતુ સીમાએ તેમને રોક્યા હતા. તેમણે ઉમેર્યું કે જો તેમની બહેને સંભાળ ન રાખી હોત, તો ઓમ પુરી દસ વર્ષ પહેલા જ દુનિયા છોડી ગયા હોત. બહેનના આ વર્તનથી હું તેના ગુસ્સે અને દુઃખી પણ હતો.
બહેનનું જીવન બરબાદ થયાનું મને દુઃખ, અન્નુ કપૂર
વધુમાં અભિનેતા અને એન્કર અન્નુ કપૂરે કહ્યું કે ઓમ પુરી મારાથી ડરતા પણ હતા કારણ કે હું સ્પષ્ટપણે બોલું છું. મને ડર નથી. હું લાચાર હતો, હું કંઈ કરી શકતો ન હતો." અભિનેતા ઓમ પુરીનું 2017 માં અવસાન થયું. જો કે હવે તેમણે ભૂતકાળને પાછળ છોડી દીધો છે. "આજે ઓમ પુરી સાહેબ નથી, પરંતુ તેમનો પુત્ર છે. હું હજુ પણ તેમના પુત્ર અને તેમની ભૂતપૂર્વ પત્ની નંદિતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મને કોઈ સાથે કોઈ દુશ્મની નથી, પરંતુ મને દુઃખ છે કે મારી બહેન સીમા કપૂરનું જીવન બરબાદ થઈ ગયું છે; તેનો કોઈ ટેકો નથી