સાઉથ અભિનેતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્ન કરશે તેને લઈને અફવા બજાર ગરમ છે. વિજય અને રશ્મિકા આજે 2 ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે તેને લઈને સોશિયલ મીડિયામાં હલચલ મચી છે. એક ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો હતો કે ઉદેપુરમાં સાઉથના આ પાવર કપલના લગ્નની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. આ ફેમસ કપલ 2 ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરી રહ્યું છે. આ અફવા પર હવે ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ મૌન તોડયું છે.


રશ્મિકા અને વિજયના લગ્ન સોશિયલ મીડિયામાં હોટ ટોપિક

સોશિયલ મીડિયા પર રશ્મિકા અને વિજયના લગ્નને લઈને લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. રશ્મિકા અને વિજયના લગ્ન સોશિયલ મીડિયામાં હોટ ટોપિક બન્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ ઉદયપુર પેલેસમાં રશ્મિકા અને વિજય દેવરકોંડા લગ્ન કરશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઉદયપુરના સિટી પેલેસમાં રશ્મિકા અને વિજયના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. વીડિયો મુજબ, લગ્ન માટે સિટી પેલેસને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે. અભિનેત્રી રશ્મિકાએ વિજય દેવરકોંડા સાથેના લગ્નની આ અફવાઓને ફગાવી દીધી છે.



અભિનેતા વિજય સાથેના લગ્ન પર રશ્મિકાએ તોડયું મૌન

ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફરી અટકળો થવા લાગી છે કે આ દંપતી આજે લગ્ન નહીં કરે પરંતુ 26 ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરશે. સાઉથનું આ ફેમસ કપલ કયારે લગ્ન કરશે તે જાણવા તેમના ફેન્સ ઉત્સુક થયા છે. 2 ફેબ્રુઆરીએ વિજય સાથે લગ્ન કરી રહી નથી તેવા રશ્મિકાના ખુલાસા બાદ હવે લગ્નની નવી તારીખ પર ચર્ચા શરૂ થઈ છે. ગયા વર્ષે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશ્મિકા મંડન્ના અને વિજય દેવેરાકોંડાએ એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. જોકે આ દંપતીએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધો વિશે વાત કરી નથી કે સગાઈના સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી.

  • Follow us on: