બોલીવુડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમાલ આર. ખાન (KRK) ને ઓશિવારા ગોળીબાર કેસમાં મોટી રાહત મળી છે. મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી KRKને જામીન આપવામાં આવ્યા. કોર્ટે KRK ને ₹25,000 ના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં KRK ના વકીલે પોલીસની ધરપકડ પ્રક્રિયા અને પુરાવાઓ પર ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ઓશિવારા મામલે કેઆરકેના વકીલની ધારદાર દલીલ
કેઆરકેના વકીલ સના રઈસ ખાને ધરપકડ પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનો દાવો કર્યો. કોર્ટમાં ઓશિવાર કેસની સુનાવણીમાં KRK વતી દલીલ કરતા જાણીતા વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલીસની આ ધરપકડ સંપૂર્ણપણે મનસ્વી અને ગેરકાયદેસર છે. વકીલે દલીલ કરી કે ભારતીય નાગરિક સેવા સંહિતા (BNSS), 2023ની કલમ 35(3) મુજબ ધરપકડ પહેલા નોટિસ આપવી ફરજિયાત છે, જેનું પાલન થયું નથી. બંધારણની કલમ 22(1) મુજબ કોઈપણ વ્યક્તિને તેની ધરપકડનું કારણ જણાવવું જરૂરી છે, જે આ કિસ્સામાં કરવામાં આવ્યું નથી.
પિસ્તોલથી ગોળીબાર અશક્ય, કેઆરકે વકીલ
"1.5 કિમી દૂરથી 20 મીટરની પિસ્તોલથી ગોળીબાર અશક્ય" તેવી વકીલે ધારદાર દલીલ કરી હતી. વકીલને ગોળીબારના અંતરને લઈને કરવામાં આવી હતી. વકીલે જણાવ્યું કે, જે બાલ્કનીમાંથી ગોળીઓ મળી આવી છે, તે KRK ના ઘરથી આશરે દોઢ કિલોમીટર (1,500 મીટર) દૂર છે. જે પિસ્તોલનો પોલીસે ઉલ્લેખ કર્યો છે તેની રેન્જ માત્ર 20 મીટર છે. આટલા લાંબા અંતરેથી આવી પિસ્તોલ વડે નિશાન સાધવું શારીરિક રીતે અશક્ય છે. કોર્ટમાં એ પણ સામે આવ્યું કે પોલીસે હજુ સુધી કોઈ પણ એવો ફોરેન્સિક કે બેલિસ્ટિક રિપોર્ટ રજૂ કર્યો નથી જે સાબિત કરે કે મળી આવેલી ગોળીઓ KRK ના હથિયારની જ છે.
કેઆરકની ધરપકડની જાણો સમગ્ર મામલો
ઓશિવારા મામલે વિવેચક કેઆરકની ધરપકડ કરવામાં આવી હતી. ગત 18 જાન્યુઆરીએ લોખંડવાલાની નાલંદા સોસાયટીમાં ગોળીબારના નિશાન અને ખાલી કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આસપાસના વિસ્તારમાં લાયસન્સ ધરાવતા હથિયાર ધારકોની તપાસ શરૂ કરી હતી અને 24 જાન્યુઆરીએ શંકાના આધારે KRK ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Mardaani 3 Box Office : રાની મુખર્જીનો જાદુ ચાલ્યો, 'મર્દાની-3' ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી