બોલીવુડના ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. જામનગર સેશન્સ કોર્ટે નીચલી કોર્ટે રાજકુમાર સંતોષીને ફટકારેલી સજા યથાવત રાખી હતી.
ચેક રિટર્નના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને સજા
ચેક રિટર્નના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને સજા ફટકારી છે અને નીચલી કોર્ટે ફટકારેલી સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી છે. સેશન્સ કોર્ટે રાજકુમારી સંતોષીને 10 લાખના ચેકથી બમણો દંડ અને બે વર્ષની જેલની સજા ફટકારી છે.
રાજકુમાર સંતોષીને 27 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં હાજર થવા આદેશ
જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને 27 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે અને જો સંતોષી હાજર ન થાય તો ધરપકડ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
ઉદ્યોગપતી અશોક હરીદાસ લાલે 1 કરોડ હાથ ઉછીના આપેલા
બોલીવુડ ફિલ્મના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડયુસરને જામનગર સેશન્સ કોર્ટ દ્રારા ચેક રિટર્નના કેસોમાં કાનૂની લપડાક મળીછે. જામનગર શહેરના જાણીતા ઉદ્યોગપતી અશોક હરીદાસ લાલે બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને સંબંધના દાવે એક કરોડ હાથા-ઉછીના આપેલા હતા
ચેકની રકમથી બમણો દંડ અને બે વર્ષની સજા
જેની સામે ફીલ્મ પ્રોડ્યુસરએ 10,00,000/- ના ચેકો આપેલા હતા. જે ચેકો પરત ફરતા જામનગરની સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટમાં કેસો ચાલી જતાં તમામ કેસમાં રાજકુમાર સંતોષીને ચેકની રકમથી બમણો દંડ અને બે વર્ષની સજા સંભળાવી હતી..
જો હાજર નહી થાય તો એરેસ્ટ વોરન્ટ
જેની સામે રાજકુમાર સંતોષીએ જામનગરની સેશન્સ કોર્ટમાં તમામ કેશોમાં અપીલ કરી હતી.જે અપીલ ચાલી જતાં આજરોજ સેશન્સ કોર્ટએ પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી રાજકુમાર સંતોષીને તમામ કેસોમાં સજા સંભળાવી હતી. તા.27/10/2025ના રોજ કે તે પહેલા ટ્રાયલ કોર્ટમાં હાજર થવા અને જો હાજરના થાય તો ફીલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી સામે વોરંટ ઈસ્યુ કરી ધરપકડ કરી જામનગર કોર્ટમાં હાજર કરવા હુકમ ફરમાવ્યો છે.