આજે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. ઉદ્યોગના બિગ બી આજે તેમનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન શહેનશાહ, બિગ બી, અભિનયના ઉસ્તાદ, સદીના મહાનાયક જેવા અનેક નામોથી લોકપ્રિય થયા છે. બચ્ચન ફક્ત એક સરનેમ જ કાફી છે. ફક્ત બચ્ચન કહેતા જ લોકોના મનમાં અમિતાભની તસવીર સામે આવી જાય છે. ઇન્ડસ્ટ્રીમાં 'બિગ બી' એક દાયકો નહીં પરંતુ એક યુગ છે. નવોદિત કલાકારો અમિતાભને અભિનયની પાઠશાળા પણ કહી રહ્યા છે. અમિતાભ બચ્ચન વિશે ઘણું લખી શકાય છે. પરંતુ આજે તેમના સંઘર્ષની વાત કરીએ છીએ. જયાંથી તેમની સફર શરુ થઈ હતી.


કઠિન પરિશ્રમ બાદ સફળતા હાસિલ

અમિતાભ બચ્ચનને કઠિન પરિશ્રમ બાદ સફળતા હાસિલ કરી છે. આજે 'બિગ બી ' જે મુકામ પર છે ત્યાં પહોંચવા જીવનમાં લાંબો સંઘર્ષ કર્યો. અમિતાભ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેમના કોઈ ગોડ ફાધર નહોતા. તેમની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તા'ની હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ રહી. છતાં અમિતાભે હાર ના માની અને વધુ ફિલ્મો કરી. બચ્ચનની શરૂઆતની સતત સાત ફિલ્મ નિષ્ફળ રહી. છતાં અમિતાભમાં કંઇક એવું હતું જેના કારણે ફિલ્મો નિષ્ફળ જવા બાદ પણ નિર્માતા તેમને ફિલ્મોમાં લઈ રહ્યા હતા. અને આખરે જયા ભાદુરી સાથેની ફિલ્મ 'ઝંઝીર' આવી અને બચ્ચનનું નસીબ બદલાયું. ઝંઝીર ફિલ્મમાં બચ્ચનના કડક તેવર લોકોને અપીલ કરી ગયો.

ઇન્ડસ્ટ્રીમાં એંગ્રીયંગમેનનો યુગ થયો શરૂ

ત્યારબાદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એંગ્રીયંગમેનનો યુગ શરૂ થયો. અમિતાભ બચ્ચને ત્યારપછી દિવાર, નમક હરામ, અમર અકબર એન્થોની, મુકંદર કા સિંકદર, ડોન, કાલિયા, શક્તિ, યારાના, કુલી, સિલસિલા, ખુદ્દાર, સત્તે પે સત્તા જેવી સુપરહિટ ફિલ્મો આપી. આ 90ના દાયકાની ફિલ્મો છે. 90ના દાયકા બાદ પણ અમિતાભની હિટ ફિલ્મોની યાદી લાંબી રહી. 'શોલે' ફિલ્મે અમિતાભને નવી ઉંચાઈ પર પહોંચાડયો. આ ફિલ્મ ફક્ત અમિતાભ જ નહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેડમાર્ક ફિલ્મ રહી. આ ફિલ્મના ડાયલોગો આજે પણ લોકોની જીભે છે. કુલી ફિલ્મમાં બચ્ચનને મોટો અકસ્માત થયો. આ ફિલ્મ બાદ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. અને રેખા સાથે અફવાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું. અમિતાભ આજે 83 વર્ષે પણ યુવાનોની જેમ કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની સાથે, અભિનેતા રોનિત રોય અને ચંદ્રચૂડ સિંહ પણ 11 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

  • Follow us on: