ટીવી ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ જેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી તે છે રૂપાલી ગાંગુલી. 'અનુપમા' સિરિયલથી રૂપાલી ગાંગુલીને નવી ઓળખ મળી હતી. 'અનુપમા' સિરિયલે તેમના કરિયરને નવી ઉડાન આપી અને આજે તે ઘર-ઘરમાં ફેમસ બની છે. નાના પડદા પર ભારે લોકપ્રિયતા મેળવનાર રૂપાલી ગાંગુલીએ પણ રાજકારણમાં પગ મૂક્યો હતો.


રૂપાલી ગાંગુલીએ રાજકારણ પણ પોતાનું પ્રભુત્વ મેળવ્યું અને ભાજપનાં સભ્ય બન્યા હતા. રૂપાલી સતત પશ્ચિમ બંગાળ સરકાર અને મમતા બેનર્જી પર નિશાન સાધે છે. રૂપાલી ગાંગુલીએ પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધ્યું હતું અને મમતા બેનર્જીના કામ અને તેમના રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો.

રૂપાલી ગાંગુલીએ મમતા દીદી પર કર્યો કટાક્ષ

રૂપાલી ગાંગુલીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'અન્ય રાજ્યોમાં બંગાળીઓ માટે મગરના આંસુ વહાવતા પહેલા મમતા દીદીએ જવાબ આપવો જોઈએ કે પશ્ચિમ બંગાળમાં બંગાળીઓનું રક્ષણ કોણ કરશે? સંદેશખલીથી મુર્શિદાબાદ સુધી બંગાળીઓ પર અત્યાચાર ફક્ત તેમના શાસનમાં જ થઈ રહ્યા છે. બંગાળ તેના લોકો માટે ક્યારેય આટલું અસુરક્ષિત રહ્યું નથી'.

રૂપાલી ગાંગુલીના આ ટ્વીટ પર TMC નેતા નીલાંજન દાસે તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'ભારતની સૌથી વરિષ્ઠ મહિલા નેતાને ફ્લોપ સોપ અભિનેત્રીએ લેક્ચર આપવાની જરૂર નથી. નીલાંજન દાસ તરફથી ફ્લોપ અભિનેત્રી શબ્દ સાંભળીને રૂપાલી ગાંગુલી ગુસ્સે થઈ ગઈ અને રાજકારણીને યોગ્ય જવાબ આપ્યો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રૂપાલીને ટેકો આપ્યો છે.


  • Follow us on: