ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટ સીઝન 11માં 'અમેઝિંગ અપ્સરા' ગ્રુપે બાજી મારી. રવિવાર 4 જાન્યુઆરીના રોજ રિયાલિટી શો ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટ (IGT 11)નો ગ્રાન્ડ ફિનાલે હતો. લોકપ્રિય રિયાલિટી શો ત્રણ મહિનાથી વધુ દર્શકોનું મનોરંજન કરતો હતો. ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટને તેનો 11મી સિઝનનો વિજેતા મળ્યો. આખરે દર્શકોની આતુરતાનો અંત આવ્યો. IGT 11નાગ્રાન્ડ ફિનાલેમાં કોલકાતાના અપ્સરા ગ્રુપે ટ્રોફી જીતી. પોતાના પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર અપ્સરા ગ્રુપને ટ્રોફી સાથે લાખોનું રોકડ ઇનામ મળ્યું.


ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટ 11 વિજેતા

ટીવી પર આવતા રિયાલિટી શોમાં ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટ પણ વધુ લોકપ્રિય છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના આ રિયાલિટી શો, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 11 નો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ ધામધૂમથી થયો. ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટનો અંતિમ એપિસોડ વધુ રોમાંચક હતો. શોના ગ્રાન્ડ ફિનાલેમાં સાત સ્પર્ધકો વચ્ચે ટક્કરની હરિફાઈ હતી. ટોચના સાત ફાઇનલિસ્ટમાં અમેઝિંગ અપ્સરાઓ, વી કંપની, આકાશ અને અભિષેક, નેપાળ ટાઇગર્સ, ક્લાસિક ક્વીન્સ, વિકી ક્રિષ્ના અને કેલિબોયનો સમાવેશ થાય છે. આ બધાને માત આપી કોલકાતાના ડાન્સ ગ્રુપ, "અમેઝિંગ અપ્સરા" એ પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી ટ્રોફી પોતાના નામે કરી. 

અમેઝિંગ અપ્સરાને કેટલું ઇનામ મળ્યું, જાણો

ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટનો અંતિમ એપિસોડ રોમાંચક હતો. કોલકાતાના ડાન્સ ગ્રુપ, "અમેઝિંગ અપ્સરા" ને વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ટ્રોફી જીતવા સાથે અમેઝિંગ અપ્સરાઓને  ₹15 લાખનું રોકડ ઇનામ મળ્યું. આ ઇનામ ઉપરાંત આ ગ્રુપને એક સ્કોડા કાર અને શો પ્રાયોજકો તરફથી અનેક આકર્ષક ભેટો મળી. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 11 માં ટોચના સાત ફાઇનલિસ્ટોએ ટાઇટલ માટે સંઘર્ષ કર્યો. આ સાતમાંથી કોલકાતાનું અમેઝિંગ અપ્સરા ગ્રુપ પ્રથમ, સિક્કિમનું મ્યુઝિક બેન્ડ, "સાઉન્ડ ઓફ સોલ્સ" બીજા સ્થાને રહ્યું અને હિડન ફાયર ત્રીજા સ્થાને રહ્યું. 

રિયાલિટી શોમાં આ સ્પર્ધકોએ ધૂમ મચાવી

આ રિયાલિટીશોમાં અમેઝિંગ અપ્સરા ઉપરાંત આ સ્પર્ધકોનું પ્રદર્શન પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતું. વી કંપની તેના શક્તિશાળી ગ્રુપ કોરિયોગ્રાફી અને સિંક્રોનાઇઝેશન માટે જાણીતી હતી, જ્યારે આકાશ અને અભિષેકે તેમના શાનદાર જોડી પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા. નેપાળ ટાઈગર્સે તેમના ગ્રુપ સ્ટન્ટ્સનું પ્રદર્શન કર્યું, જ્યારે ક્લાસિક ક્વીન્સ, અમેઝિંગ અપ્સરા, વિકી ક્રિશ અને કેલિબોય્સે તેમની અનોખી શૈલીથી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ વિજેતા બનવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો


આ પણ વાંચો : Allu Arjun: પુષ્પાનો ક્રેઝ કે ભીડનું તોફાન? અલ્લુ અર્જુનને ફેન્સે ઘેર્યો, રિક્વેસ્ટ કરવા છતાં ન હટી ભીડ!

  • Follow us on: