પ્રખ્યાત સિંગર અને ભજન સમ્રાટ અનુપ જલોટા રિયાલિટી શો 'બિગ બોસ 12' નો ભાગ હતા. તેમણે બિગ બોસના ઘરમાં દોઢ મહિનો વિતાવ્યો હતો. આ સમય દરમિયાન અનુપ જલોટાના અફેરની ચર્ચાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે જસલીન મથારુ સાથે રિલેશનશિપમાં છે. કારણ કે જસલીન મથારુએ પોતે 'બિગ બોસ 12' માં કહ્યું હતું કે તે અનુપ જલોટાને 3 વર્ષથી ડેટ કરી રહી છે. જોકે, સિંગરે આને અફવાઓ ગણાવી હતી. અનુપ જલોટા કરતા જસલીન મથારુ 36 વર્ષ નાની હોવાં છતા આવી વાત કરી હતી.
અનુપ જલોટાએ સંબંધો પર ખુલીને વાત કરી
એક ઇન્ટરવ્યુમાં અનુપ જલોટાએ જસલીન મથારુ સાથેના પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. અનુપ જલોટાએ કહ્યું કે, 'જસલીન ખૂબ જ સારી સિંગર છે અને તેની પાસે ઘણી પ્રતિભા છે. તે મારી પાસેથી 5-6 વાર શીખવા આવી છે. એક વાર તેણે આવીને મને કહ્યું કે તેને બિગ બોસ તરફથી ઓફર મળી છે. મેં કહ્યું કે આ સારી વાત છે. તું બિગ બોસમાં જા. તું ફેમસ થઈશ. જસલીને કહ્યું હતું કે બિગ બોસમાં જવા માટે એક શરત છે કે તારે એક વિચિત્ર જોડી સાથે આવવું પડશે.
બિગ બોસમાં ગયા અને વિચિત્ર ઘટના બની......
જસલીને કહ્યું હતું કે બિગ બોસમાં જવા માટે એક શરત છે કે તારે એક વિચિત્ર જોડી સાથે આવવું પડશે. મેં કહ્યું કે સુખવિંદરજીને તારી સાથે લઈ જા. જસલીને કહ્યું કે તેણે ના પાડી દીધી છે. મેં કહ્યું કે હું પણ ના પાડી રહ્યો છું. મારી પાસે સમય નથી કારણ કે હું કોન્સર્ટ કરતો રહું છું. તેના પિતા આવ્યા અને મને સમજાવ્યા તેથી હું સંમત થયો હતો. મેં કહ્યું હતું કે મારી એક શરત છે કે આપણે બંને ગુરુ-શિષ્ય તરીકે જઈશું. તેણીએ કહ્યું ઠીક છે.'
મારું તેમની સાથે ત્રણ વર્ષથી અફેર.............
અનુપ જલોટાએ આગળ કહ્યું હતું કે, 'હું બિગ બોસના સ્ટેજ પર ઉભો છું અને સલમાન ખાન નજીકમાં છે. સલમાન ખાને પૂછ્યું કે તમારી સાથે કોણ આવ્યું છે મેં કહ્યું કે મારી શિષ્ય આવી છે. સલમાન ખાને જસલીનને પૂછ્યું કે તમે અનુપજીના શિષ્ય છો. તેના પર જસલીને કહ્યું હતું કે ના, મારૂ તેમની સાથે ત્રણ વર્ષથી અફેર છે.
બિગ બોસના ઘરમાંથી બહાર નિકળતા હોબાળો
મને આ સાંભળીને આશ્ચર્ય થયું હતું. તરત જ મે કહ્યું તમે આ શું કહી રહ્યો છો. હું તે બરાબર ઓળખતો નહોતો તે માત્ર 5-6 વાર જ સિંગિગ શીખવા આવી હતી. તે સમયે હું વિચારી રહ્યો હતો કે કયો ખેલ થયો હશે. ત્યાર બાદ હું દોઢ મહિના પછી બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યો અને ખબર પડી કે હંગામો મચી ગયો હતો. જસલીનના પિતાને ફોન કરીને કહ્યું કે આપણે બંને જસલીનના લગ્નમાં તેનું કન્યાદાન કરીશું. કોઈપણ પ્રકારની અફવાને કોઈ અવકાશ રહ્યો નહીં.'