યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશના અફેરની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. બંને અત્યાર સુધીમાં ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલા બંનેની લંડન વેકેશનની તસવીરો સામે આવી હતી અને અફવાઓ તેજ બની હતી. ત્યારે ફરી એકવાર ચહલ અને મહવશનો એક વીડિયો સામે આવ્યો છે અને જેના પરથી સ્પષ્ટ થાય છે કે, બંને એકબીજાની સાથે વેકેશન પર ગયા છે.


મહવશ અને ચહલનો વીડિયો વાયરલ

આરજે મહવશ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેમના સંબંધોની ચર્ચા ફરી ત્યારે શરૂ થઈ જ્યારે બંનેએ લંડનની કેટલીક તસવીરો શેર કરી હતી. જોકે, અગાઉ યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે હંમેશા તેમના સંબંધોનો ઇનકાર કર્યો છે અને એકબીજાને તેમના સારા મિત્રો ગણાવ્યા છે. આ દરમિયાન બંનેના એક વીડિયોએ ફરી એકવાર ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. જેમાં બંને બ્રિટિશ રાજધાનીના રસ્તાઓ પર સાથે ફરતા જોવા મળે છે.

આ વીડિયો બંને એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોએ ફરી એકવાર બંનેની ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે. મહવશ અને ક્રિકેટર યુઝવેન્દ્ર લંડનમાં ક્વોલિટી સમય વિતાવતા જોઈ શકાય છે.

ચહલે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા

તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ આ વર્ષે 20 માર્ચે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા અને ત્યારથી ચહલ અને મહવશ વચ્ચે વધતી નિકટતા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો કે, બંને હજુ પણ સીધા સવાલો ટાળે છે પરંતુ પછી ભલે તે સાથે વેકેશન વિતાવવાની હોય કે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ટેગ કરવાની હોય બંને પોતે જ બધું કહી રહ્યા છે.


  • Follow us on: