ટીવીથી લઈને ફિલ્મ જગત સુધી પોતાની અભિનયથી પોતાની છાપ છોડી ચૂકેલી હંસિકા મોટવાણી ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અફવાઓ આવી હતી કે અભિનેત્રીએ લગ્નના ત્રણ વર્ષમાં જ તેના ઉદ્યોગપતિ પતિ સોહેલ કથુરિયાથી અલગ રહેવાનું શરૂ કરી દીધું છે. જોકે, હવે સોહેલ કથુરિયાએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
હંસિકા મોટવાણીના લગ્ન જીવનમાં મુશ્કેલી?
અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે હંસિકા મોટવાણીએ 4 ડિસેમ્બર 2022ના રોજ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા પછી તેના પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરિવાર સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ હતું. આ કારણે આ કપલ એક જ બિલ્ડિંગમાં એક કોન્ડોમાં શિફ્ટ થઈ ગયું હતું.
સોહેલ કથુરિયાએ આપી પ્રતિક્રિયા
સૂત્રએ વધુમાં જણાવ્યું છે કે અલગ બિલ્ડિંગમાં શિફ્ટ થયા બાદ પણ સમસ્યાઓ હજુ યથાવત છે જેના કારણે હંસિકા મોટવાણી હવે તેની માતાના ઘરે ગઈ છે. જ્યારે સોહેલ કથુરિયા તેના માતાપિતા સાથે રહે છે. શરૂઆતમાં આ સમાચાર પર હંસિકા અને સોહેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી તેથી ફેન્સ ચિંતામાં મુકાયા હતા. પરંતુ હવે ઉદ્યોગપતિએ આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.
હંસિકા અને સોહેલ સબંધોમાં તિરાડ!
સોહેલ કથુરિયાએ પોતાની પત્ની હંસિકા મોટવાણીથી અલગ રહેવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'ના, આ સાચું નથી.' થોડા શબ્દોમાં તેમણે અફવાઓનો અંત લાવ્યો પરંતુ સ્પષ્ટતા કરી નહીં કે તેઓ અલગ રહેવાનો સંકેત આપી રહ્યા છે કે અલગ થવાનો છે. હકીકતમાં હંસિકા અને સોહેલ અલગ રહેવાની અફવાઓ પછી તેમના સંબંધોમાં તિરાડ પડવાની અટકળો પણ શરૂ થઈ ગઈ હતી.