બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. બેબો' છેલ્લે મોટા પડદા પર આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ન રહી હોય પરંતુ ફેન્સને તેનો અભિનય ખૂબ ગમ્યો હતો.


કરીના કપૂર ખાન 25 વર્ષથી બોલીવુડમાં કામ કરી રહી છે. સૈફ સાથે લગ્ન કર્યા બાદ કેટલાક લોકોએ કહ્યું હતું કે, તેની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે ત્યારે તેણે તેમને ખોટા સાબિત કર્યા અને કહ્યું કે આ તેના સુપરસ્ટાર બનવાની વાસ્તવિક શરૂઆત હતી. બોલીવુડની 'બેબો' ટૂંક સમયમાં આવી જ એક ફિલ્મમાં જોવા મળશે જેમાં તે તેનાથી નાના અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

કરીના કપૂરનો 20 વર્ષ નાના અભિનેતા સાથે રોમાન્સ

કરીના કપૂર પોતાનાથી 20 વર્ષ નાના અભિનેતા સાથે રોમાન્સ કરનારી પહેલી અભિનેત્રી બનશે. આ ફિલ્મની કહાની એકદમ અલગ અંદાજમાં છે, કરીના તેમાં ભૂતની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની કહાની કોમેડી અને હોરર બંનેનું મિશ્રણ છે અને કરીના તેમાં એકદમ પરફેક્ટ છે. આ ફિલ્મ હુસૈન દલાલે લખી છે જેમણે અગાઉ 'બ્રહ્માસ્ત્ર ભાગ 1'માં અયાન મુખર્જી સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં કરીના ઓપોઝિટ રોલમાં જોવા મળશે.

નાના ઉંમરના સ્ટાર સાથે રોમાન્સ બદલ ટ્રોલ

હાલમાં રણવીર સિંહ ફિલ્મ 'ધુરંધર'માં 18 વર્ષની સારા અર્જુન સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. ફાતિમા સના શેખ સાથે જોડી બનાવવા બદલ આર માધવનને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જ્યારે સલમાન ખાનને પણ રશ્મિકા મંદાના સાથે રોમાન્સ કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, કરીનાનું પોતાનાથી 20 વર્ષ નાના અભિનેતા સાથે સ્ક્રીન શેર કરવું એ એક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. જે બોલીવુડની પરંપરાગત વિચારસરણીને પડકાર આપે છે. કરીનાનો આ નવો અવતાર અને તેની આગામી ફિલ્મનો ખ્યાલ સાબિત કરે છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે અને તે હજુ પણ તેની શૈલી અને પ્રતિભાથી બોલીવુડની ક્વિન છે.


  • Follow us on: