લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષ પછી પણ દર્શકોની પ્રિય છે. શોમાં છેલ્લા થોડા એપિસોડમાં જેઠાલાલ અને બબીતાજી જોવા મળ્યા હતા. દર્શકોને લાગ્યું કે બંનેએ શોને અલવિદા કહી દીધું છે. જોકે, આવું નથી અને બંને હજુ પણ શોનો ભાગ છે. તારક મહેતામાં ભૂતનું પાત્ર ભજવનાર સ્વાતિ શર્મા હાલ ચર્ચામાં છે જેને તારક મહેતાના દર્શકોનું દિલ જીતીને શોને TRPમાં નંબર-1 પર પહોંચી દીધો હતો. હવે સ્વાતિએ દિલીપ જોશી સાથે કામ ન કરવા બદલ પ્રતિક્રિયા આપી છે.
સ્વાતિ શર્માએ જેઠાલાલ અંગે આપી પ્રતિક્રિયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્વાતિ શર્માએ એક ઈન્ટરવ્યુમાં જેઠાલાલ સાથે કામ ન કરી શકવા અંગે વાતચીત કરી હતી. સ્વાતિ શર્માએ હતું કે, હા, મેં દિલીપ જોશી સર સાથે સ્ક્રીન શેર ન કરી શકવાની તક ગુમાવી દીધી છે. સોશિયલ મીડિયા પર બધા પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે જેઠાલાલ ભૂતની ટ્રેકમાંથી કેમ ગાયબ છે. હું ઇચ્છતી હતી કે તેઓ આખા ટ્રેકમાં હોય. જ્યારે પણ હું દિલીપ સર વિશે વિચારું છું ત્યારે મને તેમના દયાબેન સાથે નાચવાની ઘટના તાજી થાય છે. હું ખરેખર દયાબેન અને જેઠાલાલ સાથે સ્ક્રીન શેર કરવા માંગુ છું. જો તેઓ ત્યાં હોત તો વધુ મજા આવી હોત.
તારક મહેતામાં પાછા ફર્યા જેઠાલાલ
દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફર્યા છે. તે 14 જુલાઈના એપિસોડથી શોમાં જોવા મળી રહ્યા છે. આ સિરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે જેઠાલાલને ખબર પડે છે કે તેમની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ફ્રીજ અને ટીવીનો સ્ટોક પૂરો થઈ ગયો છે. તે કંપનીને ફોન કરે છે જેથી માલ તેમની દુકાન પર આવી શકે. જોકે, જેઠાલાલને ખબર પડે છે કે તેમના 25 લાખ રૂપિયાના પેમેન્ટ બાકી છે અને તેના કારણે કંપની તેમને માલ મોકલી રહી નથી. જેઠાલાલ કહે છે કે તેમણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. જેઠાલાલને ખબર પડે છે કે તેમણે આટલી મોટી રકમ કોઈ બીજાના ખાતામાં મોકલી દીધી છે.