તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 17 વર્ષથી લોકોનું સતત મનોરંજન કરાવી રહ્યો છે. આ શો 2008માં શરૂ થયો અને ત્યારથી દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. તારક મહેતા શો છેલ્લા એક અઠવાડિયાથી નંબર-1 પર છે આ કોમેડી ટીવી સિરિયલે ઘણા પુરસ્કારો જીત્યા છે. ત્યારે છેલ્લા ઘણા એપિસોડમાં બબીતાજી, જેઠાલાલ અને ઐય્યર જોવા મળ્યા નહોતા.
તારક મહેતામાં ફરી પાછા ફર્યા ત્રણેય સ્ટાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂતનીનો ટ્રેક ચાલી રહ્યો હતો અને તે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેથી જ છેલ્લા ત્રણ અઠવાડિયાથી શો નંબર-1 પહોંચી ગયો હતો. આ એપિસોડમાં જેઠાલાલ, બબીતાજી અને ઐય્યરે જોવા ન મળતા શો છોડી દીધો હોવાની અફવાઓ સામે આવી હતી. પરંતુ આ ત્રણેય કલાકારોએ હવે શાનદાર એન્ટ્રી કરીને ગોકુલધામ પરિવારને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.
ગોકુલધામ પરિવારને મળ્યું મોટું સરપ્રાઈઝ
શો છોડવાની અફવાઓ વચ્ચે દિલીપ જોશી અને મુનમુન દત્તાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભવ્ય એન્ટ્રી કરી છે. નિર્માતાઓએ એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં આપણે જેઠાલાલ, બબીતા, ઐયર, કોમલ અને ડો. હાથીને ગોકુલધામના અન્ય સભ્યો સાથે સમય વિતાવવા માટે બંગલા પર આવતા જોઈ શકીએ છીએ. તેઓ ખુશીથી બધાને મળે છે. એટલું જ નહીં ભીડે તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરે છે.
ફેન્સ પણ તેમના મનપસંદ સ્ટાર્સને શોમાં પાછા જોઈને ખૂબ જ ખુશ છે. એક યુઝરે લખ્યું હતું કે, હવે શોમાં સૌથી વધુ મજા આવશે, બીજા યુઝરે લખ્યું કે, જેઠાલાલ અને બબીતાજીને જોઈને કેટલોય આનંદ થયો, અન્ય એ લખ્યું કે, ખૂબ ખુશ... મારા મનપસંદ સ્ટાર્સ પાછા આવ્યા. ફેન્સ આ પ્રોમો જોઈને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ત્રણેય સ્ટાર્સને જોઈને ફેન્સ ખુબ જ ખુશ થયા છે.