તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા કેટલાય દિવસોથી સતત ચર્ચામાં છે કારણ કે છેલ્લા ઘણા અપિસોડમાં જેઠાલાલ, ઐય્યર કે બબીતાજી જોવા મળ્યા ન હતા. તો બીજી તરફ તારક મહેતામાં ભૂતનીનો ટ્રેક ચાલી રહ્યો છે અને તેણે TRP લિસ્ટમાં શોને નંબર-1 અપાવ્યો છે. હવે મુનમુન દત્તાની લેટેસ્ટ તસવીરોએ લોકોનું ધ્યાન ખેચ્યું છે અને બબીતાજી હાલમાં ક્યા છે તે અંગે પણ ખુલાસો થયો છે. બબીતાજી વેકેશન પર હોવાની ઘણા એપિસોડમાં જોવા મળ્યા નહોતા.


બબીતાજીની નવી તસવીરો ચર્ચામાં

અસિત મોદીનો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લાંબા સમયથી દર્શકોનો પ્રિય રહ્યો છે. હાલમાં જેઠાલાલ, બબીતા જી અને ઐય્યર શોના એપિસોડમાંથી ગાયબ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ સ્ટાર્સના ફેન્સ નારાજ થઈ ગયા અને તેમના શો છોડવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે ત્રણેયે સિરિયલમાં ભવ્ય એન્ટ્રી કરી છે. આ દરમિયાન મુનમુન દત્તાની લેટેસ્ટ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

તારક મહેતામાં પાછા ક્યારે ફરશો?

હકીકતમાં મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના કેટલાક ખૂબ જ સુંદર ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં બબીતાજી વેકેશન પર છે તે તેના રૂમની બહાર જોઈ રહી છે જેમાં બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય છે. અભિનેત્રીની પોસ્ટ પર ફેન્સ સવાલ કરી રહ્યા છે કે, તારક મહેતામાં પાછા ક્યારે ફરશો? તે અન્ય યુઝર્સ કહી રહ્યા છે કે, તમે જેઠાલાલને છોડીને અહીં છો...'.

તારક મહેતા કરી એન્ટ્રી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નવું ટીઝર આવ્યું છે જેમાં જેઠાલાલ, બબીતાજી અને ઐય્યર જોવા મળે છે. ફેન્સ તેમને જોઈને ચોક્કસ ખુશ થશે. ત્રણેય ગોકુલધામ સોસાયટીના લોકોના બંગલામાં જાય છે જેથી તેઓ તેમની સાથે વેકેશનનો આનંદ માણી શકે. ગોકુલધામના અન્ય સભ્યો તેમને જોઈને ખૂબ ખુશ થાય છે અને ભીડે પણ તેમનું ખાસ રીતે સ્વાગત કરે છે.


  • Follow us on: