અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું અંગત જીવન એવું કે અભિનેત્રી ખુલીને બતાવી દે છે. અભિનેત્રીનું નામ અનેક સ્ટાર જોડે જોડાઈ ચુક્યું છે ત્યારે ફરી એકવાર ઉર્વશી રૌતેલા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉર્વશી વિમ્બલ્ડન 2025માં પહોંચી હતી ત્યાંથી એક તસવીર સતત વાયરલ થઈ રહી છે.


ઉર્વશી રૌતેલાની તસવીરો વાયરલ

અભિનેત્રી ઉર્વશી રૌતેલાને લોકો ખૂબ સારી રીતે ઓળખે છે. તે હંમેશા સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ચર્ચામાં આવે છે. આવું ફરી એકવાર બન્યું છે હકીકતમાં ઉર્વશી વિમ્બલ્ડન 2025માં પહોંચી હતી. અભિનેત્રી બોબી ડોલના આઉટફિટમાં એકદમ સુંદર લાગી રહી હતી. રસપ્રદ વાત એ છે કે તે અહીં એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી તેથી ફેન્સ સતત સવાલ કરી રહ્યા છે કે, આ વ્યક્તિ કોણ છે અને અભિનેત્રી તેની સાથે કેમ છે?

ઉર્વશી રૌતેલા કહ્યું- તેમને મળવું એ..... 

ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અને પોસ્ટ કરી છે. જેમાં આ મિસ્ટ્રી મેન પર તે ફોકસ કરી રહી હોય એવું દર્શાવવામાં આવ્યુ ંછે. તેણે વિમ્બલ્ડનની પોતાની ઝલક શેર કરી છે અને ઉર્વશીએ જણાવ્યું કે તે ત્યાં પ્રિન્સેસ કેટ મિડલટનને મળી. કેપ્શન લખ્યું હતું કે, 'પ્રિન્સેસ ઓફ વેલ્સના કેટ મિડલટન, તેમને મળવું એ એક સન્માનની વાત છે. તમને મળીને ખૂબ આનંદ થયો'. 


ઉર્વશી રૌતેલા સાથે આ મિસ્ટ્રી મેન કોણ?

ઉર્વશીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પણ શેર કરી છે. તે પોઝ આપતી જોવા મળી રહી છે અને તેની બાજુમાં એક પુરુષ ઉભો છે. અભિનેત્રીએ વ્હાઈટ હાર્ટાવાળાઇમોજીથી તે પુરુષનો ચહેરો છુપાવ્યો છે. ઉર્વશીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સ જાણવા માટે ઉત્સુક છે કે તે મિસ્ટ્રી મેન કોણ છે જેનો ચહેરો છુપાવવામાં આવ્યો છે?

ઉર્વશી 4 લાબુબુ ડોલ સાથે...

ઉર્વશી રૌતેલા વિમ્બલ્ડનમાં વ્હાઈટ ડ્રેસ અને બાર્બી ડોલના લુકમાં આવી હતી. તેનો સ્ટાઇલ પહેલાથી જ સમાચારમાં છે અને તેની બેગમાં રહેલી 4 લાબુબુ ડોલએ પણ લાઈમલાઈટ મેળવી લીધી છે. 

  • Follow us on: