તારક મહેતા શો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે કારણ કે શોમાંથી જેઠાલાલ, બબીતાજી અને ઐય્યર ગાયબ જોવા મળ્યા હતા. ભૂતનીના ટ્રેકને કારણે તારક મહેતા શો છેલ્લા ત્રણ અઠવાડિયાથી ટીઆરપી લિસ્ટમાં નંબર વન રહ્યો છે. શોમાં ભૂતનીના એપિસોડે દર્શકોનું દિલ જીતી લીધું છે અને અભિનેત્રી સ્વાતિ શર્મા ભૂતની ચકોરીની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે હવે તારક મહેતામાં સિરિયલની સ્ટાર કાસ્ટને મળવા પર સ્વાતિએ પોતાની પ્રતિક્રિયા છે.


સ્વાતિ શર્માએ પોપટલાલ અંગે કહી આ વાત

સ્વાતિ શર્માએ હતું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મારો પહેલો દ્રશ્ય પોપટલાલ જી સાથે હતો જેમાં તેઓ પોતાના પગમાંથી કાંટો કાઢે છે અને તે એક સુંદર ક્ષણ હતી. તે સમયે હું તે દ્રશ્ય કરવામાં ખૂબ જ નર્વસ હતી. હું શ્યામજીને દ્રશ્ય ભજવતા જોઈ રહી હતી અને મને સમજાયું કે તે એક પણ બીટ ચૂકતા નથી. તેઓ તેમનું પ્રેમથી પાત્ર ભજવે છે અને લોકોમાં પોપટલાલ કરીને પ્રખ્યાત બન્યા છે. મને ડર હતો કે હું દ્રશ્યમાં વધુ પડતો અભિનય કરીશ. આ સિવાય એક દબાણ હતું કે લોકો મારા મુક્કા પર અથવા મારા પર હસશે તે એક પડકાર હતો.

તારક મહેતામાં લાગ્યું પરિવાર જેવું: સ્વાતિ શર્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સ્ટારકાસ્ટ સાથે કામ કરવા અંગે સ્વાતિ શર્માએ કહ્યું કે, સેટ પર બધાએ મારું સ્વાગત કર્યું અને મને આ દ્રશ્ય સારી રીતે ભજવવા માટે પ્રેરણા આપી હતી. શ્યામજી મને પૂછતા રહ્યા કે શું હું આરામદાયક છું. મંદાર સર મારા કામની પ્રશંસા કરતા હતા અને સોનાલિકા મેડમે મારા દેખાવની પ્રશંસા કરતા હતા. મારી તબિયત સારી નહોતી અને બધા મારી ખૂબ કાળજી રાખતા હતા. મને એવું લાગ્યું કે હું મારા પરિવાર સાથે છું.


  • Follow us on: