બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. હવે અભિનેત્રીએ પોતાના કરિયર સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઝરીન ખાને જણાવ્યું કે, ફિલ્મ 'અક્સર 2' દરમિયાન તેની સાથે છેતરપિંડી થઈ હતી. તેણે આરોપ લગાવ્યો કે ડિરેક્ટર અનંત મહાદેવને શરૂઆતમાં વચન આપ્યું હતું કે ફિલ્મમાં કોઈ બોલ્ડ કે ઇન્ટિમેટ સીન નહીં હોય પરંતુ શૂટિંગ દરમિયાન આવા સીન વારંવાર કરાવવામાં આવ્યા હતા.


ઝરીન ખાન સાથે થઈ છેતરપિંડી

ઝરીન ખાને 2010માં સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણીને તેની વાસ્તવિક ઓળખ 'હેટ સ્ટોરી 3' થી મળી હતી. અભિનેત્રીને તેના બોલ્ડ પાત્રને કારણે ઘણી ઓળખ મળી હતી. ઝરીન કહે છે કે, ત્યાર બાદ તેને ફક્ત આવી જ ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. ઝરીન ખાને આગળ કહ્યું કે 'હેટ સ્ટોરી 3' પછી મેં નક્કી કર્યું હતું કે હવે હું આવી ફિલ્મો નહીં કરું. જ્યારે 'અક્સર 2' ની ઓફર આવી ત્યારે મેં ડિરેક્ટરને સ્પષ્ટપણે પૂછ્યું કે શું તેમાં બોલ્ડ સીન્સ છે તો તેમણે ના પાડી. મેં તેમના પર વિશ્વાસ કર્યો પરંતુ સેટ પર કંઈક બીજું થયું.

'દરેક સીન્સ પછી કિસ...': ઝરીન

ઝરીને આગળ કહ્યું હતું કે, 'દરેક સીન્સ પછી મેને કિસનું કહ્યું...' જે સ્ક્રિપ્ટમાં નહોતું. હું એમ નથી કહેતી કે હું આવા દ્રશ્યો કરી શકતી નથી. મને સેટ પર સરપ્રાઇઝ મળતા હતા તેથી ઝરીને આનો વિરોધ કર્યો તો દિગ્દર્શકે નિર્માતાઓ પર બધો દબાણ મૂક્યો. ઝરીને કહ્યું હતું કે નિર્માતાઓ મારી વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા. મેં દિગ્દર્શકને તેમની વાત યાદ અપાવી પરંતુ તેમણે નિર્માતાઓ સમક્ષ કંઈક બીજી વાત કરી હતી. પરિણામ એ આવ્યું કે મને ફિલ્મ ટીમથી અલગ કરી દેવામાં આવી અને મને મારી પોતાની ફિલ્મના પ્રીમિયરમાં આમંત્રણ આપવામાં આવ્યું નહીં.


  • Follow us on: