પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર અને અભિનેત્રી જાસ્મિન વાલિયા સાથે જોડાયું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જાસ્મિન વાલિયા સ્ટેડિયમમાં મેચ જોતી જોવા મળી હતી. ત્યારબાદ મોડેલનું નામ સતત ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું હતું.


જાસ્મિન અને હાર્દિકનું બ્રેકઅપ?

જાસ્મિન ઘણીવાર હાર્દિકની ટીમ મેચોમાં જોવા મળતી હતી અને તે મુંબઈ ઈન્ડિયન ટીમ બસમાં પણ જોવા મળતી હતી. ઘણા મહિનાઓથી આ કપલ ડેટિંગ કરી રહ્યું હોવાની ચર્ચા હતી. પરંતુ હવે આ અફવાવાળા કપલે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે તેથી તેમના બ્રેકઅપની અટકળો ચાલી રહી છે.

હાર્દિક અને જાસ્મીનએ એકબીજાને અનફોલો કર્યા

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે ત્યારબાદ એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. એક પોસ્ટ સામે આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે, 'હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ એકબીજાને અનફોલો કર્યા? હાલમાં જ તેઓએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. 

હાર્દિક અને જાસ્મીનના ફોટો વાયરલ

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે પરંતુ બંનેએ તેમના ડેટિંગના સમાચાર પર કોઈ ટિપ્પણી કરી નથી અને હવે તેમણે બ્રેકઅપની ચર્ચા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.  તમને જણાવી દઈએ કે, હાર્દિક અને જાસ્મીનના ડેટિંગની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેમના ગ્રીસ વેકેશનના ફોટો વાયરલ થવા લાગ્યા હતા. જાસ્મીન વાલિયા એક બ્રિટીશ ગાયિકા અને મોડેલ છે. તેણીનો જન્મ ભારતીય મૂળના માતા-પિતાને ત્યાં થયો હતો જે ઇંગ્લેન્ડમાં રહે છે. 


  • Follow us on: