'55 વર્ષની અભિનેત્રીના 4 વાર છૂટાછેડા છતાં...', હવે પાંચમીવાર કરશે લગ્ન?


બોલીવુડથી લઈ હોલીવુડની ઘણી અભિનેત્રીનું જીવન એવું છે કે તે ચર્ચાનો વિષય બની છે. મોટા પડદા પરની કહાની જેમ ઘણી અભિનેત્રીનું જીવન ફિલ્મથી ઓછું નથી. એક અભિનેત્રી હતી જે તેના ચોથા લગ્ન તૂટવાના કારણે સમાચારમાં હતી. હવે તેણે તેના પાંચમા લગ્નના સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ હોલીવુડ બ્યુટી ક્વીન જેનિફર લોપેઝ છે.

જેનિફર લોપેઝ પાંચમીવાર કરશે લગ્ન?

જેનિફર લોપેઝએ ચોથી વખત છૂટાછેડા લીધાના છ મહિના બાદ પાંચમાં લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રી અને સિંગર જેનિફર લોપેઝ હાલમાં અપ ઓલ નાઈટ ટૂર પર છે. તેણીએ એક મ્યુઝિક શોમાં હાજરી આપી હતી જ્યાં ફેન્સે તેને પાંચમા લગ્ન પર સવાલ કર્યો હતો. આના પર જેનિફરે અભિવ્યક્તિઓ આપતા કહ્યું કે, 'મને લાગે છે કે મારું કામ પૂરું થઈ ગયું છે. મેં થોડા સમય માટે પ્રયાસ કર્યો.'

જેનિફર લોપેઝનું અંગત જીવન

જેનિફર લોપેઝ તેના અંગત જીવનને કારણે ઘણી વખત ચર્ચામાં રહી છે. તેના ચોથીવાર લગ્ન કર્યા હતા અને જે થોડા વર્ષોમાં જ તૂટી ગયા. તેના પહેલા લગ્ન ઓજાની નોઆ સાથે હતા જે એક વર્ષમાં જ તૂટી ગયા. પછી તેણે ક્રિસ જુડ સાથે લગ્ન કર્યા જે 2 વર્ષ સુધી ચાલ્યા હતા.

ક્રિસથી અલગ થયા બાદ જેનિફરે થોડા સમય માટે બેન એફ્લેકને ડેટ કરી હતી પરંતુ તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ તૂટી ગયા હતા. આ દરમિયાન અભિનેત્રીએ માર્ક એન્થોની સાથે ત્રીજા લગ્ન કર્યા જે 10 વર્ષ સુધી ચાલ્યા. એન્થોનીથી અલગ થયા બાદ તેણીએ ચોથી વાર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ બેન સાથે લગ્ન કર્યા. બેન અને જેનિફરના છૂટાછેડા સૌથી વધુ ચર્ચામાં રહ્યા. બંને વચ્ચે મિલકતને લઈને વિવાદ હતો.


  • Follow us on: