સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ હાલમાં જ તેનો 61મો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન પણ તેને શુભેચ્છા પાઠવવા આવ્યો હતો. હવે કોઈએ તેની ખુશી પર ખરાબ નજર નાખી છે.


સંગીતા બિજલાણીના ફાર્મહાઉસમાં ચોરી

અભિનેત્રીના પુણે સ્થિત ફાર્મહાઉસમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. તેના ઘરમાંથી ઘણી બધી વસ્તુઓની પણ ચોરી થઈ છે. આ સિવાય ઘરમાં તોડફોડ કરવામાં આવી છે. સંગીતા બિજલાણીને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તે 4 મહિના બાદ પોતાના ફાર્મહાઉસ પર પહોંચી. તેનું ફાર્મહાઉસ પાવના ડેમ પાસે ટિકોના ગામમાં છે. સંગીતા બિજલાણી તેના ફાર્મહાઉસની હાલત જોઈને ચોંકી ગઈ હતી. તેણે આ બધી બાબતો અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

બધુ તોડીફોડીને ચોરોએ કરી ચોરી....

સંગીતા બિજલાણીએ કહ્યું હતું કે, 'આજે હું મારા ઘરના 2 હેલ્પરો સાથે ફાર્મહાઉસ પહોંચી ત્યાં પહોંચ્યા જોયું તો દરવાજો તૂટેલો હતો. અંદર જતાં બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી, એક ટીવી ગાયબ અને બીજું તૂટેલું,  ઉપરના માળે બધું વેરવિખેર, બેડ પણ તૂટેલો, ઘણી વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ કાં તો ગાયબ હતી. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર પણ વાયરલ થઈ રહ્યો છે. સંગીતા બિજલાણીએ વધુમાં જણાવ્યું કે તેના પિતા બીમાર છે જેના કારણે તે ફાર્મહાઉસ આવી શકી નથી. 

પોલીસે શરૂ કરી તપાસ

લોનાવાલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનેશ તાયડેએ જણાવ્યું કે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ મોકલવામાં આવી છે. ત્યાર બાદ જ સમગ્ર મામલો પ્રકાશમાં આવશે. સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી ક્યારે અને કેવી રીતે થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સંગીતા બિજલાની એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જેમણે 1980માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.


  • Follow us on: