'જય હો' ફેમ ડેઝી શાહ હાલમાં એક ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સલમાન સાથે જોડાયેલી પણ એક વાત કરી હતી અને અભિનેત્રીએ છેડતીની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રી સાથે મુંબઈ નજીક ડોમ્બિવલી અને જયપુરમાં બની હતી. ડેઝી શાહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો જન્મ અને ઉછેર ડોમ્બિવલીમાં થયો હતો અને તે જ વિસ્તારમાં તેની છેડતી થઈ હતી.
ડેઝી શાહ સાથે થયું ખરાબ વર્તન
ડેઝી શાહે જણાવ્યું હતું કે, તેનો જન્મ અને ઉછેર ડોમ્બિવલીમાં થયો હતો અને તે જ વિસ્તારમાં તેની છેડતી થઈ હતી. 'ડોમ્બિવલીમાં મારી સાથે ઘણી વખત એવું બન્યું છે કે હું રસ્તા પર ચાલી રહી હતી અને એક વ્યક્તિ મારી પાસેથી પસાર થઈ અને મને ખરાબ રીતે સ્પર્શ કર્યો. જ્યાં સુધી હું પાછળ ફરી નહીં ત્યાં સુધી હું સમજી શકી નહીં કે તે વ્યક્તિ કોણ છે કારણ કે તે વિસ્તાર ભીડથી ભરેલો હતો.'
મને ગંદી રીતે સ્પર્શ કર્યો: ડેઝી
ડેઝી શાહે વધુમાં જણાવ્યું કે, ભીડને કારણે તે તેના વિસ્તારમાં કંઈ બોલી શકતી નહોતી પરંતુ જ્યારે તે જયપુરમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે પોતાનો અવાજ ઉઠાવવો પડ્યો. 'હું જયપુર હવેલીમાં એક ગીતનું શૂટિંગ કરી રહી હતી તે એક પ્રખ્યાત સ્થળ છે. તે એક પર્યટન સ્થળ છે પરંતુ ત્યાં ફક્ત એક જ પ્રવેશ અને બહારનો દરવાજો છે. તેથી ભીડમાં લગભગ 500 લોકો અને લગભગ 200 ડાન્સર હતા. જ્યારે તેઓએ પેક-અપ કરવાનું કહ્યું ત્યારે બધા તે દરવાજેથી ભાગવા લાગ્યા અને તે ભીડમાં કોઈએ મારી પીઠને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.' તે ગુસ્સામાં પાછળના લોકોને મારવા લાગી. 'મેં ડાબે કે જમણે જોયું નહીં મેં ફક્ત મારી પાછળના લોકોને મારવાનું શરૂ કર્યું હતું.
ગુસ્સામાં હું લોકોને મારવા લાગી: ડેઝી શાહે
અભિનેત્રીએ કહ્યું કે, હું મારી પાછળ ઉભેલા લોકોને જોયા વગર જ મારવા લાગી કારણ કે હું ખૂબ જ ગુસ્સામાં હતી. જ્યારે અમે બધા બહાર આવ્યા ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ મને પાઠ ભણાવવાની ધમકી આપી. મે કહ્યું કે, હા મને બતાવો કે તમે શું કરશો. મેં તે વ્યક્તિને માર્યો કારણ કે તે બરાબર બોલી રહ્યો ન હતો અને તે આવું કરી રહ્યો હતો કારણ કે હું એક છોકરી હતી. બહાદુરીથી મારો સામનો કરો, તમે ભીડમાં કાયરની જેમ કેમ છુપાઈ રહ્યા છો. મને તમારો ચહેરો બતાવો અને પછી કંઈપણ કરવાની હિંમત કરો.'