ખતરો કે ખિલાડી સીઝન 15 ને લઈને દર્શકોમાં આ દિવસોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર આ શો ટીવી પર વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ નવી સીઝનમાં પહેલા કરતા વધુ એડવેન્ચર અને ખતરનાક સ્ટંટ જોવા મળવાના છે.


જેસ્મિન ભસીનની એન્ટ્રી!

છેલ્લા ઘણા વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ખતરનાક સ્ટંટ અને મુશ્કેલ ટાસ્ક માટે જાણીતો આ શો એક્શન, ડર, ઈમોશનલ સ્ટ્રેન્થ અને જોરદાર કોમ્પિટિશનનું મિશ્રણ છે. દરેક સીઝનમાં સેલિબ્રિટીઝ પોતાની સીમાઓ વટાવીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે છે, જે જોવાનું દર્શકો ખૂબ પસંદ કરે છે.

જેસ્મિન ભસીન કરશે ખતરો કે ખિલાડી 15 માં વાપસી

આ વખતે એવા સમાચાર મળી રહ્યા છે કે આ સીઝનમાં જેસ્મિન ભસીન પણ જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, જેસ્મિનને ખતરો કે ખિલાડીના મેકર્સે એપ્રોચ કર્યો છે. અગાઉ પણ જેસ્મિન આ શોનો ભાગ રહી ચૂકી છે તેને ખતરો કે ખિલાડી સીઝન 9 માં જોવામાં આવી હતી.

જુના અને નવા સ્પર્ધકોનું મિશ્રણ

આ સિવાય તે કોરોના દરમિયાન મુંબઈમાં શૂટ કરવામાં આવેલી શોની એક સ્પેશિયલ એડિશનમાં પણ જોવા મળી હતી. હવે જ્યારે જેસ્મિનની વાપસીના સમાચાર ચર્ચામાં છે, ત્યારે ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સીઝનમાં જૂના અને નવા બંને પ્રકારના સ્પર્ધકોનું કોમ્બિનેશન જોવા મળી શકે છે. શોમાં આ કોમ્બિનેશન એક નવું ડાયનેમિક લઈને આવશે, જ્યાં અનુભવ અને નવી ઉર્જાનો મેળાપ દર્શકોને વધુ આકર્ષશે. ફરી એકવાર રોહિત શેટ્ટી આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. પોતાની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને એનર્જેટિક હોસ્ટિંગ માટે જાણીતા રોહિત શોના અનુભવને વધુ ખાસ બનાવી દે છે. જેમ-જેમ પ્રીમિયર ડેટ નજીક આવી રહી છે, તેમ-તેમ શોને લઈને ચર્ચાઓ વધુ તેજ બની રહી છે.

આ પણ વાંચો- Deepika Padukone : બેબી નંબર 2 ઓન ધ વે! દીપિકા-રણવીરના ઘરે ફરી ગુંજશે કિલકારી

  • Follow us on: