ફેમિના મિસ ઇન્ડિયા 2026નો તાજ ગોવાની સાધ્વી સતીશ સૈલે પોતાના નામે કરી લીધો છે. 30 કન્ટેસ્ટન્ટ્સને પછાડીને સાધ્વી સતીશ સૈલ મિસ ઇન્ડિયા બની ગઈ છે. જેવી વિનરના નામની જાહેરાત થઈ, ઓડિયન્સે તાળીઓના ગડગડાટથી સાધ્વી સતીશ સૈલનું સ્વાગત કર્યું. પોતાના ગ્રેસ, કોન્ફિડન્સ અને શાનદાર પ્રેઝન્સથી જજોના દિલ જીતીને સાધ્વીએ આ તાજ પોતાના નામે કર્યો છે. આ કોન્ટેસ્ટના તમામ રાઉન્ડ્સ જીતીને સાધ્વીએ પોતાના પરિવારનું નામ પણ રોશન કર્યું છે. હવે તે 2027માં યોજાનાર મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે.


ફિનાલેમાં જોવા મળી કડી સ્પર્ધા

61માં ફેમિના મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટનો પ્રારંભ ઓડિશાના ભુવનેશ્વર સ્થિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી ખાતે કરવામાં આવ્યો હતો. અહીં સમગ્ર દેશમાંથી 30 કન્ટેસ્ટન્ટ્સે ભાગ લીધો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં ઘણા ચેલેન્જિંગ રાઉન્ડ્સ થયા જ્યાં તમામ કન્ટેસ્ટન્ટ્સે પોતાના કોન્ફિડન્સ અને પ્રેઝન્સથી ઓડિયન્સની સાથે જજોના દિલ પણ જીતવાના હતા. કડી સ્પર્ધા બાદ તમામ રાઉન્ડ્સ ક્લિયર કરીને ગોવાની સાધ્વી સતીશ સૈલ મિસ ઇન્ડિયા 2026 બની ગઈ છે.

મિસ વર્લ્ડ 2027માં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

સાધ્વી સતીશ સૈલ વિનર બનવાની જાહેરાત થતા જ આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. સાધ્વીને સ્ટેજ પર ગયા વર્ષની વિનરે મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. આ દરમિયાન સાધ્વીના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી હતી. તેના પરિવાર અને મિત્રોએ પણ તેનો ઉત્સાહ વધાર્યો હતો. જણાવી દઈએ કે હવે સાધ્વી આવતા વર્ષે 2027માં યોજાનાર મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરતી જોવા મળશે. પરિવારની સાથે સાધ્વી સમગ્ર દેશનું નામ રોશન કરતી જોવા મળશે.


કોણ છે સાધ્વી સતીશ સૈલ?

સાધ્વી સતીશ સૈલ ગોવાની રહેવાસી છે. અભ્યાસમાં સાધ્વીએ ઇકોનોમિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાધ્વી 7 ભાષાઓ પણ જાણે છે. મિસ ઇન્ડિયા બનીને સાધ્વીએ સાબિત કરી દીધું છે કે તે સુંદર હોવાની સાથે સાથે ઘણી ઇન્ટેલિજન્ટ પણ છે. મિસ ઇન્ડિયા 2026 કોન્ટેસ્ટમાં સાધ્વી વિનર રહી, જ્યારે ફર્સ્ટ રનર-અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી અને સેકન્ડ રનર-અપ યુનિયન ટેરિટરીની શ્રી અદ્વૈતા રહી.

આ પણ વાંચો- Elli AvrRam એ બોલીવુડના કાળા રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો, સાઉથ ઇન્ડસ્ટ્રીને ગણાવી બેસ્ટ!

  • Follow us on: