સાઉથ અભિનેતા કલાભવન નવસનું 51 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ શુક્રવારે સાંજે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એક ફિલ્મના શૂટિંગ માટે ચોટ્ટાનિકરા નજીક એક હોટલમાં રોકાયા હતા. ત્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. હવે અભિનેતાના ક્રૂ મેમ્બરે, નવસના અચાનક મૃત્યુ પછી તેમની સાથેની છેલ્લી ક્ષણોને યાદ કરતા કહ્યું હતું કે તેઓ થોડા કલાકો પહેલા જ જીવિત હતા.
કલાભવન નવસનું 51 વર્ષની વયે અવસાન
અભિનેતા કલાભવન નવસની ફિલ્મ 'પ્રકંબણમ'ના ક્રૂ મેમ્બર અને નજીકના મિત્રએ તેમની સાથે વિતાવેલી છેલ્લી ક્ષણોને યાદ કરીને ભાવુક થઈ ગયા. નવસના મિત્રએ કહ્યું હતું કે 'થોડા કલાકો પહેલા જ તે સેટ પર સંપૂર્ણપણે સ્વસ્થ હતો. તે હસતો હતો અને જીવંત હતો. ક્રૂ મેમ્બરે આગળ કહ્યું હતું કે, દિવસભર ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય ત્યારે કલાભવન નવસ સેટ પર હસતા અને મજાક કરતા હતા તેમની ઉર્જા પણ અદ્ભુત હતી. અમારામાંથી કોઈએ વિચાર્યું ન હતું કે આ તેમનું છેલ્લું શૂટિંગ હશે.'
અભિનેતા હોટલમાંથી મૃત હાલતમાં જોવા મળ્યા
અભિનેતા કલાભવન નવસ વિશે જે નવી માહિતી બહાર આવી રહી છે તે મુજબ, અભિનેતા 'પ્રકંબનમ' ફિલ્મના શૂટિંગ માટે ચોટ્ટાનિક્કારા આવ્યા હતા અને એક હોટલમાં રોકાયા હતા. અભિનેતાને શુક્રવારે સાંજે ચેક-આઉટ કરવાનું હતું. પરંતુ જ્યારે તેઓ સાંજે ચેક-આઉટ માટે રિસેપ્શન પર ન આવ્યા ત્યારે હોટલ સ્ટાફ તેમના રૂમમાં ગયા જ્યાં તેઓ બેભાન હતા તેમણે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી અને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હવે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું તે બહાર આવશે.