અભિનેત્રી સોનાલી બેન્દ્રે આ દિવસોમાં 'પતિ-પત્ની ઔર પંગા' માટે ચર્ચામાં છે. તેણીએ કહ્યું હતું કે લગ્નજીવનને સફળ બનાવવા માટે પતિ-પત્ની બંનેએ દરરોજ તેમના સંબંધો પર ધ્યાન આપવું જોઈએ. આ વાતને ક્યારેય અવગણવી ન જોઈએ કારણ કે સંબંધ ત્યારે જ મજબૂત રહે છે જ્યારે બંને સાથે મળીને તેને જાળવી રાખે.


સોનાલીને આજના યુગના કપલો પર શું કહ્યું?

એક ઇન્ટરવ્યુમાં સોનાલીને પૂછવામાં આવ્યું હતું કે તે આજના યંગ કપલને શું સલાહ આપવા માંગે છે. તો તેણે જણાવ્યું હતું કે, આજના યંગ કપલોને સલાહ આપવી મુશ્કેલ છે કારણ કે તેઓ માને છે કે તેઓ પહેલાથી જ બધું જાણે છે. તેમની પાસે ઇન્ટરનેટ છે. તેમની પાસે ગૂગલ અને ચેટજીપીટી જેવા સાધનો છે જે તેમના તમામ સવાલોના જવાબ આપે છે. તેથી તેઓ કોઈની સલાહને ગંભીરતાથી લેતા નથી અને જે લોકો તેમને સલાહ આપવાનો પ્રયાસ કરે છે તેઓ ઘણીવાર નિષ્ફળ જાય છે.

લગ્નનો અર્થ એકબીજા સાથે રહેવું: સોનાલી

સોનાલી બેન્દ્રેએ સારા લગ્નજીવનનું રહસ્ય જણાવતા કહ્યું કે, મારા મતે લગ્ન એક એવી બાબત છે જેમાં દરરોજ થોડી મહેનત કરવી પડે છે. તેને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. પતિ-પત્ની બંનેએ આ સંબંધ પર સાથે મળીને કામ કરવું જોઈએ અને સાથે જ એકબીજાનો આદર કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેન્દ્રેએ કહ્યું કે લગ્ન એક એવો સંબંધ છે જે સમાનતા અને પરસ્પર ભાગીદારી પર આધારિત છે. તેણીએ વધુમાં કહ્યું કે, એ જરૂરી નથી કે આપણે દરેક કામમાં એકસરખા હોઈએ પરંતુ આપણી શક્તિઓ એકબીજાની નબળાઈઓને પૂરક બનાવવી જોઈએ.

લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવે શો શું કરવું?

હવે હું કેટલીક બાબતો સારી રીતે જાણું છું અને મારા પતિ કેટલીક બાબતો સારી રીતે જાણે છે તેથી અમે તે મુજબ આપણી જવાબદારીઓ વહેંચીએ છીએ. લગ્નનો અર્થ એકબીજા સાથે રહેવું છે. સમય જતાં તમે સમજો છો કે ક્યારેક તમે વધુ સમાધાન કરો છો અને ક્યારેક તમારા જીવનસાથી કરે છે. અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. સમાનતાનો અર્થ દરેક નાના કાર્યમાં સમાનતા નથી પરંતુ લાંબી મુસાફરીમાં એકબીજા માટે આદર અને કાળજી સૌથી મહત્વપૂર્ણ છે. એટલે કે લગ્નમાં બધું સમાન નથી હોતું પરંતુ પ્રેમ, આદર અને સહયોગ સૌથી મહત્વપૂર્ણ છે. સોનાલી બેન્દ્રે માને છે કે ઇન્ટરનેટે દુનિયા અને સંબંધોમાં મોટો ફેરફાર લાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, હવે વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. પહેલા એક પેઢીને બદલવામાં 20-25 વર્ષ લાગતા હતા પરંતુ હવે એવું લાગે છે કે દર 3 વર્ષે વસ્તુઓ બદલાય છે. બધું ઊંધું થઈ ગયું છે. ઇન્ટરનેટે લોકોની રહેવાની અને કનેક્ટ થવાની રીત બદલી નાખી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કલર્સ ટીવીના નવા શો 'પતિ, પત્ની ઔર પંગા'માં જોવા મળશે. સોનાલી સાથે કોમેડિયન મુનાવર ફારૂકી પણ આ શોને સહ-હોસ્ટ કરશે.


  • Follow us on: