ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે થોડા મહિના પહેલા ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ ચહલનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવ્યું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા અને તેથી જ તેમના ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. જોકે, હવે પહેલીવાર એક ઇન્ટરવ્યુ દરમિયાન ક્રિકેટરે આરજે મહવશ સાથે ડેટિંગની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે અને પોતાના સંબંધો વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું છે.
યુઝવેન્દ્ર ચહલે મહવશ સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું
આરજે મહવશ સાથે ડેટિંગની અફવાઓ વિશે ચહલને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, 'ના, એવું કંઈ નથી. લોકો જે ઇચ્છે તે વિચારી શકે છે.જ્યારે ફરીથી પ્રેમમાં પડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે, હા ત્યાર છે પણ તેમાં સમય લાગશે. મારે મારી જાતને સંયમિત કરવાની જરૂર છે. મને ફરીથી પ્રેમમાં પડવાનો ડર નથી પરંતુ મને તે વ્યક્તિને ગુમાવવાનો ડર છે કારણ કે હું મારા હૃદયથી જોડાયેલો છું.'
મહવશને ઘર તોડનાર કહી: ચહલ
આરજે મહવશની આસપાસ ફેલાયેલી અફવાઓ વિશે બોલતા ચહલે કહ્યું કે ઓનલાઈન અટકળોએ બંનેને અસર કરી હતી. પહેલી વાર, જ્યારે હું કોઈની સાથે જોવા મળ્યો ત્યારે લોકોએ તરત જ અમને જોડવાનું શરૂ કરી દીધું. તેણીએ સ્પષ્ટતા પણ કરી પરંતુ તે તેના માટે ખૂબ મુશ્કેલ હતું. લોકોએ ખૂબ જ ખરાબ વાતો કહી કે, તે ઘર તોડનાર છે અને મને ખૂબ ખરાબ લાગ્યું હતું. ચહલે કહ્યું કે મહવશે તેમના જીવનના સૌથી ખરાબ સમયમાં તેમનો સાથ આપ્યો હતો અને જ્યારે તેમને બિનજરૂરી રીતે વિવાદોમાં ઘસવામાં આવ્યા ત્યારે તેમને દુઃખ થયું હતું.
અમારી લોકોએ ખરાબ વાતો કરી: ચહલ
ચહલે એ પણ જણાવ્યું કે, અમે માત્ર ક્રિસમસ ડિનર 5 મિત્રો સાથે ગયા હતા છતાં લોકોએ ફોટોઝ ક્રોપ કરીને ફક્ત એવું બતાવ્યું કે, અમે બે જ ડિનર ડેટ પર છીએ. વાત એવી થઈ ગઈ કે અમે મિત્રો સાથે બહાર પણ જઈ શકતા ન હતા. લોકો શું કહેશે તેની ચિંતા કરતા. બીજી એક ઘટનાએ તેમને પરેશાન કર્યા જ્યારે તેઓ એરપોર્ટ જતા પહેલા એક હોટલમાં સાથે જોવા મળ્યા. ચહલે કહ્યું કે, તેણે મને છોડવાની ઓકર કરી અને જ્યારે અમે કારની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો. લોકો બધી પ્રકારની ખરાબ વાતો કહેવા લાગ્યા કે, અમે કોઈ હોટલના રૂમમાંથી બહાર આવી રહ્યા હોઈએ. આનાથી મને ખૂબ દુઃખ થયું તે ખૂબ જ નિરાશાજનક હતું.