'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો દર્શકોને ખૂબ જ મનપસંદ શો છે. આ શોના ઘણા કલાકારો દર્શકોના દિલમાં રાજ કરે છે તેમાંથી જેઠાલાલ પાત્ર લોકોનું પ્રિય રહ્યું છે. દિલીપ જોશીને જેઠાલાલના પાત્ર માટે ઘણો પ્રેમ અને ઓળખ મળી છે. દિલીઝ જોશી ઘણીવાર તેમના વ્યાવસાયિક જીવન વિશે ખુલ્લેઆમ વાત કરતા જોવા મળે છે પરંતુ તેઓ તેમના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમની પત્ની માત્ર 14 વર્ષની હતી.


દિલીપ જોશીએ તેમના લગ્નને બાલિકા વધૂ જેવા ગણાવ્યા

અભિનેતાની પત્નીનું નામ જયમાલા જોશી છે. એક ઇન્ટરવ્યુમાં, દિલીપ જોશીએ તેમના લગ્નને બાલિકા વધૂ જેવા જ ગણાવ્યા. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેમની રોમાંસ કહાની શું છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની અને તેમની પત્ની વચ્ચે કોઈ રોમાંસ નથી. દિલીપ જોશીએ આગળ કહ્યું હતું કે , 'જ્યારે અમારી ગોઠવાયેલી સગાઈ થઈ ત્યારે હું 18 વર્ષનો હતો અને મારી પત્ની 14 વર્ષની હતી. જ્યારે હું 22 વર્ષનો હતો અને તે 18 વર્ષની હતી ત્યારે અમારા લગ્ન થયા. તેમણે કહ્યું હતું કે તેઓ છોકરાઓની શાળામાં ભણતા હતા તેથી તેમને છોકરીઓ સાથે વાત કરવામાં ડર લાગતો હતો.'

જેઠાલાલ લોકોનું મનપસંદ પાત્ર

અભિનય શીખ્યા બાદ તેમને છોકરીઓ સાથે વાત કરવાનો આત્મવિશ્વાસ મળ્યો. દિલીપ જોશીની કારકિર્દી વિશે વાત કરીએ તો, 'તારક મહેતા' શો સિવાય તેમણે ઘણી બોલીવુડ ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યા છે. પરંતુ તેને જેઠાલાલ તરીકે મળેલી ઓળખ મળી ન હતી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ અને બબીતાજી પત્યેની કેમેસ્ટ્રી ખૂબ જ અદભૂત છે. દયાબેન અને જેઠાલાલની કહાની પણ લોકોને જોવાની ખૂબ જ પસંદ છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દયાબેન જોવા મળી રહ્યા નથી તેથી જેઠાલાલને દયાબેન વગર જોવાનું થોડું અધુરું લાગે છે.


  • Follow us on: