પ્રભાસ ઘણા સમથી સિનેમામાં ધૂમ મચાવી રહ્યો છે તેના પાસે ઘણી મોટી ફિલ્મો છે. જ્યાં તેણે ડિસેમ્બરમાં 'ધ રાજા સાબ' ફિલ્મની જાહેરાત કરી હતી. તેમજ તેની ઘણી ફિલ્મોનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. જેમાં હનુ રાઘવપુડીની ફિલ્મ ફોજી અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ સામેલ છે.
પ્રભાસની ફિલ્મ કનપ્પા થોડા દિવસો પહેલા થિયેટરમાં રિલીઝ થઈ હતી. પ્રભાસના બિઝી શેડ્યૂલને કારણે સૌથી મોટો ખતરો સલાર-2 અને કલ્કિ-2 પર તોડાઈ રહ્યો છે. શું ક્લિક-2નું કામ અટવાઈ ગયું છે, હવે પ્રોડ્યૂસરના તરફથી તેમના પ્લાનની જાણકારી મળી ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પ્રભાસ તેનું પેન્ડિંગ કામને પુંરુ કરવા માટે હજુ એક વર્ષનો સમય લાગશે. એવામાં સલાર-2 અને કલ્કિ-2 પર ફોકસ કરવું મુશ્કેલ બની જશે. પરંતુ કલ્કિના પ્રોડ્યૂસર Ashwini Duttનું કહેવું એમ છે કે, તે ફરીથી ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરી દેશે.
કલ્કિ 2નું કામ ક્યારે શરૂ થશે?
પ્રભાસની કલ્કિ 2898 એડી 2024માં રિલીઝ થઈ હતી અને તે ફિલ્મે 1000 કરોડની કમાણી કરી હતી. પ્રભાસ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા કલાકારો હતા. ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે તેની રાહ દરેક ફેન્સ જોઈ રહ્યા છે. હવે એવી ખબરો બહાર આવી છે કે આ ફિલ્મનું 2026 પહેલા આવી જશે. એટલે કે આ વર્ષના એન્ડમાં મેકર્સ આ ફિલ્મનું શૂટિંગ ચાલું કરી શકે છે.
પ્રભાસનું શેડ્યુલ છે પેક
તેમનું કહેવું એમ છે કે, ટીમ જલ્દીથી પ્રોડક્શન વર્કને ખતમ કરી આગળ કામને વધારશે. તેમજ શૂટિંગને જલ્દીથી ખતમ કરવા પર તેમનો ફોકસ છે. પ્રભાસની કલ્કિ-2 અને સ્પિરિટ ફિલ્મની શૂટિંગ શરૂ કરી શકે છે. તેમજ સ્પિરિટ ફિલ્મને 2027માં રિલીઝ કરવાનો મેકર્સનો પ્લાન છે. તેમજ હનુ રાઘવપુડીની ફિલ્મ ફોજીને 2026માં રિલીઝ કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે પ્રભાસ તે ફિલ્મો માટે કઈ તારીખ આપે છે.