મોડલ અને એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રિ નિધન થયું. 42 વર્ષે શેફાલીએ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. શેફાલી ઘણી હેલ્થ કોન્સિયસ અને ફીટ હતી તેના અચાનક મોતથી સૌ કોઇ હેરાન છે. સૌ કોઇ જાણવા માગે છે કે તેનું મોત થયુ કેમ. શું કારણ હતું. ત્યારે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે મોતનું કારણ બીપી લો થવુ હોઇ શકે છે. ડોક્ટર્સને શંકા છે કે મોતનું કારણ બીપી એકદમ જ લો થઇ જવુ હોઇ શકે છે.


લો બીપી મોતનું કારણ? 

મીડિયાના સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે તે દિવસે તેનો ઉપવાસ હતો. તેણે પોતાના ઘરે સત્યનારાયણની પૂજા માટે વ્રત રાખ્યુ હતું. તેના પતિએ એમ પણ જણાવ્યું કે એક દિવસ પહેલા તૈયાર કરેલુ ભોજન તેણે ખાધુ હતું અને તે બેહોશ થઇ ગઇ હતી. આ બાજુ પોલીસે તેના પતિ અને પરિવારના સભ્યોના નિવેદન દાખલ કર્યા છે. જો કે હજુ પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ સામે આવશે. 

એન્ટિ એજિંગ ટેબ્લેટ લેતી હતી 

ઘરમાં પંચનામુ કરતી વખતે પોલીસને બે ડબ્બા મળ્યા જેમાં એન્ટી એજિંગ ટેબ્લેટ અને સ્કિન ગ્લો ટેબલેટ અને વિટામિનની ગોળીઓ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અભિનેત્રીના પરિવારે કહ્યું કે તે ડોક્ટરની સલાહ વિના ગોળીઓ ખાઇ રહી હતી. પરંતુ તેને કદી કોઇ સમસ્યા થઇ ન હતી. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી કોઇ પણ ગરબડ થયાની શંકા નથી. પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મહત્વનું છે કે પરિવારે શનિવારે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પોલીસે adrમાં દુર્ઘટનાવશ મોતનું કારણ દાખલ કર્યું છે. 


શેફાલી જરીવાલાના પતિની હાલત ખરાબ

શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ તેના પરિવારની હાલત જોઈને દરેકનું દિલ તૂટી ગયું છે. પરાગ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તેમનો પ્રેમ એકબીજાની તાકાત હતો. તેઓ દરેક સારા અને ખરાબ સમયમાં સાથે ઉભા રહ્યા પરંતુ હવે શેફાલી જરીવાલાએ તેને અધવચ્ચે જ છોડી દીધો છે અને પરાગ ત્યાગી આ વાતથી દુઃખી છે. તેની ખરાબ હાલત જોઈને ફેન્સ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ મુશ્કેલ સમયમાં તેને શક્તિ આપે.


  • Follow us on: