ન્યૂયોર્કમાં ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં ઘણી ભારતીય ફિલ્મોની પ્રશંસા અને સન્માન કરવામાં આવ્યું હતું. એક્ટ્રસ કેટરિના કૈફને ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ - ન્યૂયોર્કમાં બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ મળ્યો. જાણો આ સિવાય કઈ અન્ય ફિલ્મો અને કલાકારોને એવોર્ડ મળ્યા.


'મેરી ક્રિસમસ'માં કેટરીના કૈફની શાનદાર એક્ટિંગ

કેટરિના કૈફને તેની ફિલ્મ 'મેરી ક્રિસમસ' માટે ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ન્યૂયોર્કમાં બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ આપવામાં આવ્યો. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કેટરિના કૈફે મેરી નામની એક મહિલાનું પાત્ર ભજવ્યું હતું.

આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં કેટરીનાને તેની શાનદાર એક્ટિંગ માટે બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મમાં કેટરિના સાથે સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળી રહ્યો છે.

કાર્તિક આર્યન બન્યો બેસ્ટ એક્ટર

ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં ઘણી અન્ય ભારતીય ફિલ્મો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું. અન્ય વિજેતાઓમાં કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એક્ટર (મેલ) એવોર્ડ મળ્યો. જ્યારે કબીર ખાન દ્વારા નિર્દેશિત 'ચંદુ ચેમ્પિયન' ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ સિવાય 'બિન્ની એન્ડ ફેમિલી' ને બેસ્ટ ફેમિલી ફિલ્મનો એવોર્ડ મળ્યો, જ્યારે સિદ્ધાર્થ આનંદને 'ફાઈટર' માટે બેસ્ટ નિર્દેશકનો એવોર્ડ મળ્યો.

અભય વર્મા અને અંજિની ધવનને બેસ્ટ ડેબ્યૂડેન્ટનો મળ્યો એવોર્ડ

ઈમ્તિયાઝ અલીને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ચમકીલા' માટે બેસ્ટ ઓટીટી સ્પેશિયલ એવોર્ડ મળ્યો. ડેબ્યૂ કેટેગરીમાં, અંજિની ધવનને બિન્ની એન્ડ ફેમિલી માટે બેસ્ટ ડેબ્યૂડેન્ટ ફીમેલ એવોર્ડ મળ્યો. જ્યારે અભય વર્માને 'મુંજ્યા' માટે બેસ્ટ ડેબ્યૂડેન્ટ મેલ એવોર્ડ મળ્યો. એક્ટ્રેસ પ્રતિભા રંતાને 'લાપતા લેડીઝ'માં તેની શાનદાર એક્ટિંગ માટે રાઈઝિંગ સ્ટાર એવોર્ડ મળ્યો.


  • Follow us on: