શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ કોકટેલ 2ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજકાલ આ ત્રણેય કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં,જ શાહિદ, કૃતિ અને રશ્મિકા પુણેના એક મોલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જે જોતજોતામાં બેકાબૂ થઈ ગઈ. લોકોએ બેરિકેડ્સ તોડી નાખ્યા, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે આ કાર્યક્રમને અધવચ્ચે જ રોકવો પડ્યો હતો.


કૃતિ સેનને મોટી બહેનની જેમ કર્યો રશ્મિકા મંદાનાનો બચાવ

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહિદ કપૂરને ભીડ વચ્ચેથી બહાર નીકળતો જોઈ શકાય છે. બીજી તરફ, કૃતિ સેનને મોટી બહેનની જેમ રશ્મિકા મંદાનાને પ્રોટેક્ટ કરી હતી. વાયરલ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કૃતિ, રશ્મિકાને બેકાબૂ ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે.


કૃતિ સેનની પ્રશંસા કરી રહ્યા છે લોકો

આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'કૃતિ જે રીતે રશ્મિકાને બચાવી રહી છે, તે બિલકુલ એક મોટી બહેન જેવું લાગી રહ્યું છે.' અન્ય એક યુઝર લખે છે, 'કૃતિ આટલી સારી રીતે રશ્મિકાનું ધ્યાન રાખી રહી છે.' ઘણા લોકોએ મોલની સુરક્ષા વ્યવસ્થા પર રોષ પણ વ્યક્ત કર્યો છે.

19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ કોકટેલ 2ના નિર્દેશક હોમી અદજાનિયા છે. આ ફિલ્મમાં પહેલીવાર શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની ત્રિપુટી જોવા મળશે. આ ફિલ્મ 19 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કોકટેલ 2 વર્ષ 2012 માં આવેલી સુપરહિટ ફિલ્મ કોકટેલની સિક્વલ છે. તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી જેવા કલાકારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-Mouni Roy : 'હું ગે છું...', મૌની રોયે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, પોતાની સેક્સ્યુઆલિટી પર તોડ્યું મૌન!

  • Follow us on: