ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવ્યા બાદ અભિનેત્રી મદાલસા શર્મા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. આ સિરિયલથી તેને ઘરે-ઘરે ઓળખ મળી. હવે અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમાં તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો. તેણે જણાવ્યું કે એક પ્રખ્યાત ફિલ્મમેકરે તેની પાસે એક ઘટતી માંગણી કરી હતી. તે સમયે મદાલસા માત્ર 19 વર્ષની હતી.
મદાલસા શર્માનો ડરામણો અનુભવ
મદાલસા શર્માએ એક પોડકાસ્ટમાં તેની કારકિર્દી વિશે ઘણું બધું જણાવ્યું. આ દરમિયાન તેણે કહ્યું, એક પ્રખ્યાત ફિલ્મમેકરે મને મીટિંગ માટે બોલાવી હતી. તે સમયે હું લગભગ 19 વર્ષની હતી. તેણે મને કહ્યું કે તે એવી છોકરીની શોધમાં છે જે બિકીનીમાં પણ કમ્ફર્ટેબલ હોય. મેં વિચાર્યું કે આમાં કોઈ મોટી વાત નથી. સ્વિમસૂટ પહેરીને 5 સ્ટાર હોટલમાં છોકરીઓ બિકીનીમાં ફરતી હોય છે.... તો મેં તેમને ઓકે કહી દીધું. પછી મારે સ્ટોરી વિશે જાણવું હતું. હું જાણવા માંગતી હતી કે શું આ સ્ટોરીની માંગ છે કે પછી બીજો કોઈ એંગલ છે? ભલે હું 19 વર્ષની હતી, પણ હું સ્માર્ટ હતી.
'હું તમારી બોડી લેંગ્વેજ જોવા માંગુ છું'
મદાલસા આગળ કહે છે, ડાયરેક્ટરે મને કહ્યું કે તમે બિકીની પહેરો, હું તમારી બોડી લેંગ્વેજ જોવા માંગુ છું. તમારી બોડી લેંગ્વેજ જોઈને ખબર પડશે કે તમે કેમેરા સામે પરફોર્મ કરતી વખતે કમ્ફર્ટેબલ હશો કે નહીં. મેં તેમને કહ્યું કે મને માફ કરજો. હું એક એક્ટર છું. બિકીની હોય, સાડી હોય કે લહેંગા હોય, તે હું કેમેરા સામે પહેરવા માટે કમ્ફર્ટેબલ છું, કારણ કે તે મારા કામનો ભાગ છે. પણ અહીં તમારી સામે પહેરવું એ મારા કામનો ભાગ નથી. જો તમે મારા ટેલેન્ટ પર વિશ્વાસ રાખીને મને કાસ્ટ કરવા માંગતા હોવ તો કરી લો, નહીં તો મને ખબર છે કે દરવાજો ક્યાં છે.
મદાલસા શર્માનો કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો
મદાલસા શર્માએ જણાવ્યું કે પાછળથી તેણે સમાચારમાં વાંચ્યું કે તે ફિલ્મમેકરે કોઈ અન્યને કાસ્ટ કરી છે. તેણે કહ્યું કે તેણે જેને કાસ્ટ કરી હતી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે હું જાણતી હતી કે તેમના કહેવાનો મતલબ શું હતો, તેથી આ મારા માટે કોઈ નવાઈની વાત નહોતી. તેણે કહ્યું કે આ નાની ઘટનાઓ જ તમને મજબૂત બનાવે છે. મારી સાથે પણ એવું જ થયું. હું ના કહીને વધુ મજબૂત બનતી ગઈ.
મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે મદાલસા
મહારાષ્ટ્રની મદાલસા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બાદમાં તેણે બીજી પણ ફિલ્મોમાં કામ કર્યું. તેણે મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહ સાથે લગ્ન કર્યા છે. બંનેએ મળ્યા બાદ તરત જ સગાઈ કરી લીધી હતી અને પછી 6 મહિના બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો-800 કરોડના રોયલ પેલેસમાં રજાઓ માણી રહી છે આ ફેમસ હિરોઈન, 10 વર્ષ મોટા હીરો સાથે કર્યા લગ્ન