બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ઘણી એવી અભિનેત્રીઓ રહી છે, જેમણે ભલે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાયું હોય, પરંતુ પર્સનલ લાઇફમાં તેમને અસહ્ય દર્દ વેઠવું પડ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક લગ્ન કર્યા પછી પણ તેઓ આખી જિંદગી પ્રેમ માટે સરસતી રહી. આજે અમે તમને એક એવી જ એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે પોતાની એક સ્માઇલથી લોકોના દિલ તો જીતી લીધા, પરંતુ તેમની અંગત જિંદગી દર્દથી ભરેલી રહી.
ફેમસ હિરોઈન મર્લિન મુનરો
અમે જેમની વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ હોલીવુડની ફેમસ હિરોઈન મર્લિન મુનરો છે. ભલે મર્લિન મુનરો આજે આપણી વચ્ચે નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ અત્યંત પોપ્યુલર હતા. મર્લિન મુનરો માત્ર હોલીવુડની સુંદર અભિનેત્રી નહોતા, પરંતુ તેમણે હંમેશા પોતાના કામથી લોકોના દિલ પર રાજ કર્યું છે.
માતા-પિતાના થયા છૂટાછેડા
સાઇડવોક પર હવામાં ઊડતી સ્કર્ટ અને દિલ ખોલીને હસતી મુનરોની અસલી જિંદગી પડદાની લાઇફ કરતા તદ્દન અલગ હતી. નોર્મા જીન બેકર એટલે કે મર્લિન મુનરોના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને તેમના બે બાળકોની જવાબદારી તેમના પિતાને સોંપવામાં આવી હતી અને નોર્મા પોતાની માતા સાથે આવી ગઈ હતી.
માતા મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ
માતા-પિતાના છૂટાછેડા પછી નોર્માની માતા તેને એક એટકિન્સન પરિવારમાં લઈ ગઈ અને તે લાંબા સમય સુધી ત્યાં રહી. જો કે, થોડા સમય પછી નોર્માની માતાનું ઇમોશનલ બ્રેકડાઉન થઈ ગયું અને તેમને મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશનમાં મોકલી દેવામાં આવ્યા, જેના પછી નોર્મા એકલી પડી ગઈ અને પછી તેને પણ અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી.
મોડેલિંગ કરિયરની શરૂઆત
આ પછી નોર્માની લાઇફમાં એવો વળાંક આવ્યો જે દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે અને તેણે જીમ ડોએર્ટી નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા, પરંતુ ચાર વર્ષમાં જ આ લગ્ન તૂટી ગયા. ત્યારબાદ તેને એક ફોટોગ્રાફર મળ્યા અને અહીંથી તેના મોડેલિંગ કરિયરની શરૂઆત થઈ.

ઘણી વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું
નોર્માને મોડેલિંગ પછી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ તરફથી કોલ આવ્યો અને અહીં તેણે પોતાનું નામ બદલીને મર્લિન મુનરો રાખવું પડ્યું. આ પછી તેની લાઇફમાં જોની હાઇડ નામના વ્યક્તિની એન્ટ્રી થઈ, જેણે ઘણી વખત તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું, પરંતુ મર્લિને દરેક વખતે ના પાડી દીધી અને પછી તે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી ગયો.
પતિ સાથે થયો ઝઘડો
મર્લિન મુનરોની લાઇફના ટ્વિસ્ટ અહીં જ ખતમ ન થયા, પરંતુ તેમણે વર્ષ 1953માં જો ડીમેગિઓ સાથે લગ્ન કરી લીધા. પરંતુ તેની સ્કર્ટ ઊડવાનો સીન અને ફોટો જોયા પછી તેના પતિને ખૂબ ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે ભારે દલીલબાજી થઈ, જેના પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને બંને અલગ થઈ ગયા.
ડ્રગ્સના ઓવરડોઝથી થયું મોત
પછી આવે છે વર્ષ 1956, જ્યાં તેમની મુલાકાત પ્લેરાઇટર આર્થર મિલર સાથે થઈ અને તેમની સાથે મર્લિને ત્રીજા લગ્ન કર્યા. પરંતુ તેમના આ લગ્ન પણ વધુ સમય ન ચાલી શક્યા અને પછી થોડા સમય બાદ વર્ષ 1962માં મર્લિન પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવી. એક્ટ્રેસના મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ જણાવવામાં આવ્યું હતું. ભલે મુનરોએ પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ નામ કમાયું, પરંતુ અંગત જિંદગીમાં ઘણું દર્દ જોયું હતું.
આ પણ વાંચો-Indiaની સૌથી અમીર એક્ટ્રેસ, જેણે એક અજાણ્યા ડરના કારણે વર્ષો સુધી છુપાવી રાખી હતી પોતાના લગ્નની વાત!