મેટ ગાલા 2026 માં જ્યાં ફેશન પર્ફોર્મન્સમાં વિવિધતા જોવા મળે છે ત્યાં અનન્યા બિરલાએ એક એવો દેખાવ રજૂ કર્યો જે ફક્ત "જોવા" માટે જ નહોતો, પરંતુ તેનું અર્થઘટન કરવાની માંગણી કરી હતી. ફેશનની મોસ્ટ સ્ટાઇલ ઇવેન્ટ એવા મેટ ગાલામાં સામાન્ય રીતે નવોદિત કલાકારો પોતાના દેખાવે આર્કષક લુક આપવા પ્રયાસ કરે છે. જયારે બિઝનેસન મેન આદિત્ય બિરલાની પુત્રી અનન્યાએ પ્રવાહથી વિરુદ્ધ માર્ગ પસંદ કર્યો અને ચહેરા પર માસ્ક પહેરી મેટ ગાલામાં શાનદાર ડેબ્યુ કર્યું. અનન્યા બિરલાના મેટ ગાલાના ફેસ માસ્ક લુકની આજે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
બિઝનેસ મેન આદિત્ય બિરલાની પુત્રીનું મેટ ગાલામાં ડેબ્યુ
આ વર્ષે ન્યૂયોર્કમાં યોજાયેલા પ્રતિષ્ઠિત મેટ ગાલા ઇવેન્ટ યોજાઈ. જેમાં ભારતના બે અગ્રણી ભારતીય બિઝનેસ પરિવારોની દીકરીઓએ પોતાની હાજરીથી રેડ કાર્પેટની શોભા વધારી હતી. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ સુંદર સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ પણ આ વૈશ્વિક મંચ પર શાનદાર શરૂઆત (ડેબ્યુ) કરી હતી. જ્યાં મોટાભાગની સેલિબ્રિટીઓ ગ્લેમરસ લુકમાં પોતાની સુંદરતા બતાવતી હતી, ત્યાં અનન્યાએ એક અત્યંત સૂક્ષ્મ અને રહસ્યમય એન્ટ્રી કરી હતી. તેણે પોતાનો ચહેરો છુપાવીને એક એવું ફેશન સ્ટેટમેન્ટ બનાવ્યું જેણે ફેશન જગતના નિષ્ણાતોને ચોંકાવી દીધા હતા.













