હિન્દી સિનેમાના સુપરસ્ટાર ડિસ્કો ડાન્સરના નામે મશહૂર દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તીએ સગાઈ કરી લીધી છે. તેણે પોતાના મિત્ર માઈલ્સ મેંટઝારિસ સાથે સગાઈ કરી છે. દિશાની અને માઈલ્સે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરીને સગાઈની માહિતી લોકો સાથે શેર કરી છે. બંનેએ પોતાના લગ્નની તારીખ પણ જણાવી દીધી છે. બંને આ જ વર્ષે 6 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે.


દિશાની-માઈલ્સની સગાઈની તસવીરો થઈ વાયરલ

બંનેએ કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં માઈલ્સ સમુદ્ર કિનારે ઘૂંટણિયે બેસીને દિશાનીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. એક બીજી તસવીરમાં દિશાની સગાઈની વીંટી બતાવતી જોવા મળે છે. વળી માઈલ્સ તેને કિસ કરતો દેખાય છે. બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જેવા જ બંનેએ સગાઈના સમાચાર જાહેર કર્યા, ત્યારપછીથી સતત બંનેને અભિનંદન મળી રહ્યા છે. પ્રશંસકો બંનેની પોસ્ટ પર કોમેન્ટ કરીને બંનેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા બંનેએ પોતાના લગ્નની તારીખ સાથે લખ્યું, 06.12.2026. મારા માટે અત્યાર સુધીનો લેવાયેલો સૌથી સરળ નિર્ણય.

કોણ છે માઈલ્સ મેંટઝારિસ?

દિશાની લાંબા સમયથી માઈલ્સ મેંટઝારિસને ડેટ કરી રહી હતી. માઈલ્સ અમેરિકાનો રહેવાસી છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર તે સ્ટેડીકેમ ઓપરેટર તરીકે કામ કરે છે. દિશાનીની વાત કરીએ તો તે પણ અમેરિકામાં જ રહે છે. તે મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીની દત્તક લીધેલી દીકરી છે. તે ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. પિતાની જેમ દિશાની અભિનયના ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવી રહી છે. તે કેટલીક ટૂંકી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.


દિશાનીને ભાઈએ આપ્યા અભિનંદન

દિશાનીની આ પોસ્ટ પર તેના ભાઈ મિમોહ ચક્રવર્તીએ પણ પ્રતિક્રિયા આપી છે. મિમોહ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી મૂકીને બંનેને સગાઈના અભિનંદન પાઠવ્યા છે. દિશાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 94 હજાર લોકો ફોલો કરે છે.

આ પણ વાંચો-Kumkum Bhagya ફેમ અભિનેત્રી સંચિતા ઉગલેએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

  • Follow us on: