ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. એક્ટ્રેસ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી લીધી છે. સંચિતા મુંબઈ નજીક આવેલા નાલાસોપારા વિસ્તારમાં અચોલે પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા. આ ઘટના ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી લઈને 7:30 વાગ્યાની વચ્ચેની હોવાનું કહેવાય રહ્યું છે. એક્ટ્રેસ સંચિતા ઉગલેના અચાનક અવસાનના દુઃખદ સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે.


સાડી વડે ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યું

પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેન સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. જે સમયે આ ઘટના બની, તે સમયે ઘરમાં તેઓ એકલા જ હતા. પોલીસે એ પણ જણાવ્યું કે સંચિતાએ સાડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે આગળ જણાવ્યું કે આ મહિલા પાસેથી કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી (સુસાઈડ નોટ) મળી નથી. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


માહિતી અનુસાર, સંચિતા ઉગલે પોતાના માતા-પિતા અને 15 વર્ષની નાની બહેન સાથે આચોલે ગામ સ્થિત ઘરમાં રહેતી હતી. રવિવારે સાંજે આશરે 5:30 વાગ્યે તેમની બહેન અંજલિ કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. તે સમયે ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ પોતાના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે સાડીના સહારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થયા પછી પરિવારજનો અને સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક મહાનગરપાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.

ઇન્સ્ટા પર અભિનેત્રીની મૃત્યુના એક કલાક પહેલાની પોસ્ટ

વિક્કી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ

સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતા. તેમણે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ફિલ્મ "છાવા" માં તેમણે તારાબાઈની ભૂમિકા અદા કરી હતી. સંચિતાએ કુમકુમ ભાગ્ય અને વાગલે કી દુનિયા જેવા પ્રખ્યાત ટીવી ધારાવાહિકોમાં પણ અભિનય કર્યો હતો, જેનાથી તેમને દર્શકો વચ્ચે સારી ઓળખ મળી હતી.

આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી

હાલમાં સંચિતા ઉગલેની આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં કોઈ સુસાઈડ નોટની માહિતી સામે આવી નથી. આચોલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 194 હેઠળ અકસ્માત મોત (ADR) નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ પરિવારજનો અને નજીકના લોકોની પૂછપરછ કરીને આત્મહત્યાના કારણોની ભાળ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો-Arbaaz Khan Wife : 23 વર્ષ મોટા અરબાઝ ખાન સાથે લગ્ન કરી ટ્રોલ થઈ શૂરા, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ!

  • Follow us on: