રામ ચરણ અને જ્હાનવી કપૂર આજકાલ ફિલ્મ પેડ્ડીની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. એવામાં આ ફિલ્મની રિલીઝને 11 દિવસ થઈ ચૂક્યા છે અને ફિલ્મે 11મા દિવસે પણ ધમાકેદાર કમાણી કરી છે, જેની સાથે જ રામે પોતાના પિતા ચિરંજીવીની ફિલ્મને પાછળ છોડી દીધી છે, ત્યારબાદ આ ફિલ્મ 2026 ની તેલુગુની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ચૂકી છે.


પેડ્ડી એ મના શંકર વર પ્રસાદને પાછળ છોડી

સેકનિલ્કના અહેવાલ અનુસાર, રામ ચરણની ફિલ્મ પેડ્ડી એ આ વર્ષે 2026માં રિલીઝ થયેલી ફિલ્મ મના શંકર વર પ્રસાદને પાછળ છોડી દીધી છે, જેનું લાઈફટાઈમ ગ્રોસ કલેક્શન 301.49 કરોડ હતું જ્યારે ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 218.47 કરોડ રહ્યું હતું. તે આ વર્ષની તેલુગુની હાઈએસ્ટ ગ્રોસર હતી પરંતુ હવે માત્ર 11 દિવસમાં જ પેડ્ડી એ આ ફિલ્મને પછાડી દીધી છે અને તે 2026 ની તેલુગુની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

'પેડ્ડી' નું વર્લ્ડવાઈડ કલેક્શન

સેકનિલ્કના અહેવાલ અનુસાર, પેડ્ડી એ 10 દિવસમાં વર્લ્ડવાઈડ 290 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઉછાળો માર્યો, જેના પછી તેની કમાણી 300 કરોડને પાર થઈ ગઈ. ફિલ્મે 11 દિવસમાં 301.50 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કરી લીધું છે. પેડ્ડી આ વર્ષની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે.

500 કરોડની ક્લબ પર મેકર્સની નજર

જો કે, આ ફિલ્મને લઈને મોટો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. સેકનિલ્ક અનુસાર, ફિલ્મ જ્યાં 300 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે, ત્યાં હવે વિવેચકોની સાથે જ મેકર્સની નજર 500 કરોડની ક્લબ પર ટકેલી છે. પેડ્ડીને લઈને એવો અંદાજ છે કે તે વર્લ્ડવાઈડ 500 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. જો આવું થશે તો તે તેલુગુ સિનેમા માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરી શકે છે.

આ પણ વાંચો-Surbhi Jyoti : 'અમારી દીકરી આવી ગઈ…', નાગિન ફેમ એક્ટ્રેસ સુરભી જ્યોતિ 38 વર્ષની ઉંમરે બની માતા

  • Follow us on: