ફિલ્મોના હિટ અને ફ્લોપ થવા માટે માત્ર તેની સ્ટોરી જ નહીં પરંતુ તેનું ટાઇટલ પણ મહત્વ રાખે છે. મૂવીઝનું ટાઇટલ જેટલું આકર્ષક હશે તેને તેટલો જ સારો પ્રતિસાદ બોક્સ ઓફિસ પર મળે છે. પરંતુ આજે તમને હિન્દી સિનેમાના એક એવા ટાઇટલ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપશુકનિયાળ હોવાનો ટેગ મળ્યો. 28 વર્ષમાં એક જ ટાઇટલ સાથે 9 ફિલ્મો બની, જેના કારણે નિર્માતાઓ કંગાળ થઈ ગયા. 


કર્ઝ

કર્ઝ ટાઇટલથી પહેલીવાર ફિલ્મ વર્ષ 1980 માં આવી હતી, જેમાં ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આમાં ટીના અંબાણી અને સિમી ગરેવાલ હતા. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, આ ફિલ્મનું ઇન્ડિયા નેટ કલેક્શન 2.75 કરોડ હતું. ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ તેના ગીતો ઓમ શાંતિ અને એક હસીના થી ખૂબ વાયરલ થયા હતા. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી પરંતુ બાદમાં તે આઇકોનિક સાબિત થઈ હતી.

'દૂધ કા કર્ઝ'

જેકી શ્રોફ અને નીલમ કોઠારી સ્ટારર ફિલ્મ દૂધ કા કર્ઝ 1990 માં રિલીઝ થઈ હતી. ફિલ્મની સ્ટોરી અને પ્લોટની સાથે જ નીલમ અને જેકીની કેમેસ્ટ્રીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. સાપ અને મદારીના જીવન પર આધારિત આ ફિલ્મના ગીતો પણ હિટ રહ્યા હતા. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. જો કે, કેટલાક મીડિયા અહેવાલોમાં તેને હિટ કહેવામાં આવે છે તો કેટલાકમાં ફ્લોપ. આની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

'પ્યાર કા કર્ઝ'

મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, મીનાક્ષી શેષાદ્રી અને નીલમ સ્ટારર ફિલ્મ 'પ્યાર કા કર્ઝ' વર્ષ 1990 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની શકી નહોતી.

1991 માં આવેલી ત્રણ ફિલ્મો અને ત્રણેય ફ્લોપ

એટલું જ નહીં, વર્ષ 1991 માં કર્ઝ ટાઇટલથી ત્રણ ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી અને ત્રણેય ફ્લોપ સાબિત થઈ હતી. આમાં કર્ઝ ચુકાના હૈ, મહાન કર્ઝ અને ખૂન કા કર્ઝ જેવી ફિલ્મો સામેલ છે. વિનોદ ખન્ના, રજનીકાંત, સંજય દત્ત અને ડિમ્પલ કાપડિયા સ્ટારર ફિલ્મ ખૂન કા કર્ઝ વર્ષ 1991 ની મોટી રિલીઝમાંથી એક હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ફિલ્મનું નિર્માણ 3.25 કરોડના બજેટમાં કરવામાં આવ્યું હતું અને તેણે ગ્રોસ કલેક્શન 8.8 કરોડ અને ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 4 કરોડની કમાણી કરી હતી.

કર્ઝ: ધ બર્ડન ઓફ ટ્રુથ

કર્ઝ: ધ બર્ડન ઓફ ટ્રુથ વર્ષ 2002 માં રિલીઝ કરવામાં આવી હતી. આ બોક્સ ઓફિસ પર મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. આમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. તેમની સાથે સુનિલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં હતા. બોલીવુડ હંગામા અનુસાર, આ ફિલ્મે વર્લ્ડવાઈડ 13.44 કરોડનો બિઝનેસ કર્યો હતો. વળી, નેટ કલેક્શન 8.70 કરોડ રહ્યું હતું.

કર્ઝ (2008)

આ સાથે જ આ ટાઇટલથી છેલ્લી ફિલ્મ 'કર્ઝ' વર્ષ 2008 માં આવી, જેમાં હિમેશ રેશમિયા અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા. આ વર્ષ 1980 માં આવેલી ફિલ્મની રીમેક હતી. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, આ ફિલ્મનું ઇન્ડિયા કલેક્શન 10.34 કરોડ રહ્યું હતું.

આ પણ વાંચો-Mouni Roy : 'હું ગે છું...', મૌની રોયે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, પોતાની સેક્સ્યુઆલિટી પર તોડ્યું મૌન!

  • Follow us on: