બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનું અંગત જીવન ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. તેણીએ ઘણું સહન કર્યું છે. કરિશ્માને તેના જીવનમાં ક્યારેય પ્રેમ મળી શક્યો નહીં. કરિશ્મા કપૂર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાની હતી પરંતુ સગાઈ પછી આ સંબંધ તૂટી ગયો. અભિષેક સાથે બ્રેકઅપ થયા બાદ કરિશ્માએ દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા પરંતુ તે પણ સફળ ન થયા. હવે ફિલ્મ નિર્માતા સંજય દર્શને તેમના સંબંધોમાં તિરાડ પડવાનું કારણ જાહેર કર્યું છે.
ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને કરિશ્મા કપૂરના લગ્ન વિશે વાત કરી હતી. તેમણે તેની માતા બબીતાના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું હતું કે બબીતા ઇચ્છતી હતી કે તેની પુત્રી ટોચની અભિનેત્રી બને. કરિશ્મા અને સંજયના લગ્ન અંગે તેમણે કહ્યું હતું કે, તે સ્ટાર્સ સાથે જોડાયેલી વાત હતી.
સંબંધમાં તિરાડ કેમ પડી?
સુનીલ દર્શને કહ્યું હતું કે, 'કરિશ્મા અને સંજય કપૂરની બહેન બેસ્ટ ફ્રેન્ડ્સ હતી. કરિશ્મા દિલ્હી આવતી રહેતી હતી પણ મેં તેને અને સંજયને ક્યારેય સાથે જોયા નહોતા. મને લાગ્યું કે આ અચાનક લેવાયેલો નિર્ણય હતો. જ્યારે તેણીએ સંજય સાથે લગ્ન કર્યા ત્યારે તે હાઉસ વાઈફ બનવા માંગતી હતી. થોડા સમય બાદ તે એક ડોલ હાઉસ જેવી બની ગઈ હતી. તે એવા લોકોમાંથી એક નહોતી જેમને દર શનિવારે સાંજે ગોલ્ફ રમવા જવાનું ગમે છે. તેને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ હતું.
શું કરિશ્મા સંજય માટે ટ્રોફી બની ગઈ?
જ્યારે સુનિલ દર્શનને પૂછવામાં આવ્યું કે શું કરિશ્મા સંજય માટે ટ્રોફી બની ગઈ છે ત્યારે તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે અહીંથી જ અણબનાવ શરૂ થયો હતો. તેને એવી દુનિયામાં મૂકી દેવામાં આવી હતી જે તેની નહોતી. દિલ્હીની સંસ્કૃતિ અલગ છે. તે તેની સાથે એડજસ્ટ થઈ શકતી નહોતી.'