બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચાએ હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા ભેદભાવ વિશે ખુલ્લેઆમ વાત કહી હતી. તેણીએ એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે પુરુષ કલાકારોને સેટ પર વધુ સુવિધાઓ મળે છે અને અભિનેત્રીઓને તેમની રોજિંદી જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. નુસરત ભરૂચાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે એક વાર તેમને તેમની ફિલ્મના હીરોની વેનિટી વાનનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવી પડી હતી.
બાથરૂમનો ઉપયોગ કરવા માટે પરવાનગી.....
નુસરત ભરૂચાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે એક વાર તેમને તેમની ફિલ્મના હીરોની વેનિટી વાનનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવી પડી હતી. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કંઈક એવું બન્યું હોય ત્યારે પણ મારે પૂછવું પડતું હતું કે, 'શું હું હીરોની વેનિટી વાન 5 મિનિટ માટે વાપરી શકું? શું હું વોશરૂમ ઉપયોગ કરી શકું? પરંતુ તે સમયે ફરિયાદ નહોંતી કરી શકતી, તે સમયે, હું ફક્ત એક એવા બિંદુ સુધી પહોંચવા માંગતી જ્યાં મને બધી સુવિધાઓ માંગ્યા વિના મળે.'
બોલીવુડમાં સફળતા મેળવ્યા અભિનેત્રીઓને કામ નથી મળતું
નુસરતે જણાવ્યું કે એક વાર એક ફિલ્મમાં નાનો રોલ મળ્યો. તેના સહ-અભિનેત્રીને બિઝનેસ ક્લાસની ટિકિટ મળી પરંતુ તેને ઇકોનોમી ક્લાસમાં મોકલવામાં આવી. જોકે, તેના સાથીઓએ તેને બિઝનેસ ક્લાસમાં બેસવાનું કહ્યું પણ તે ગઈ નહીં.આ સાથે નુસરતે આગળ કહ્યું કે બોલીવુડમાં સફળતા મેળવ્યા પછી પણ અભિનેત્રીઓને અભિનેતાઓ કરતાં ઓછી તકો મળે છે. તેનું કારણ એ છે કે કોઈ અભિનેતા હિટ ફિલ્મ આપે કે તરત જ તેને પાંચ નવા પ્રોજેક્ટ મળે છે પછી ભલે તે ઈન્ડસ્ટ્રીનો હોય કે બહારનો....
બોલીવુડમાં મહિલાઓને સતત સંઘર્ષ કરવો પડે છે. એક છોકરીને પોતાની ઓળખ બનાવવા અને તકો મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ફિલ્મ હિટ થયા પછી એક કલાકાર શું ઇચ્છે છે? કેટલાક સારા પ્રોજેક્ટ્સના વિકલ્પો કે જેમાંથી તે શ્રેષ્ઠ પસંદ કરી શકે. સ્ત્રી કલાકારોને હીરો જેટલી તકો મળે છે તેટલી તકો મળતી નથી અને આવું જ થાય છે. નુસરતે પોતાની મહેનત અને સમર્પણથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણીની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્પષ્ટવક્તા અભિનેત્રીઓમાં પણ થાય છે.