તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની 17 વર્ષ પૂર્ણ થયા છે. હાલમાં જ નિર્માતાઓથી લઈને સ્ટારકાસ્ટ સુધી દરેકે આ મહાન સફળતાની ઉજવણી કરી હતી. જેઠાલાલ, માધવી ભીડે, ઐયર, બબીતા જી, સોઢી, પોપટલાલ, મહેતા સાહેબ જેવા સ્ટાર્સે તેમાં ભાગ લીધો હતો. શો છેલ્લા કેટલાક અઠવાડિયાથી નંબર-1 પર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દર્શકો હંમેશા દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે એ અંગે પણ સવાલ કરી રહ્યા છે. હવે અસિત કુમાર મોદીએ એક ઈવેન્ટમાં કોમેડિયન ભારતી સિંહને દયાબેન કહીને બોલાવ્યા જે સાંભળતા જ નેટીઝન્સ ઉત્સાહિત થઈ ગયા હતા.


અસિત મોદીએ શોધ્યા નવા દયાબેન?

અસિત કુમાર મોદી અને ભારતી સિંહ એક કાર્યક્રમમાં મળ્યા હતા. બંનેએ ખૂબ મજા કરી હતી. તેમની મુલાકાતનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતી અસિત મોદીને 'ભાઈ' કહે છે. બંને એકબીજા સાથે ખૂબ જ નાચે છે અને પછી ગળે લગાવે છે. ત્યાર બાદ અસિત કુમાર મોદી ભારતીને દયાબેન કહીને બોલાવે છે અને ચીડવતા જોવા મળે છે. તે કહે છે કે, 'જો જેઠાલાલ પંજાબી હોત, તો ભારતી દયાબેન હોત. પછી ભારતી કહે છે કે ટપ્પુ ગોલા હોત.' તેમની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

તારક મહેતાના દર્શકોએ આપી પ્રતિક્રિયા

અસિત કુમાર મોદી અને ભારતી સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તારક મહેતાના દર્શકો આ વીડિયો જોતા જ ખુશ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે, હવે મજા આવશે દયાબેન બનીને ભારતી આવશે. એક યુઝરે લખ્યું કે, 'ભારતી દયા તરીકે...', બીજા યુઝરે લખ્યું હતું કે, જરા વિચારો કે જેઠા અને ભારતી સિંહ એક જોડી તરીકે કેવી દેખાશે, તો ઘણા દર્શકો કહી રહ્યા છે કે, તારક મહેતાના નિર્માતાએ દયાબેનને શોધી લીધી છે. શું હવે દિશા વાકાણીને બહાર કરી દેવામાં આવી છે?

રસપ્રદ વાત એ છે કે, અસિતે આ મોટું નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે નવી દયાબેનની શોધ ચાલી રહી છે. દિશા વાકાણી TMKOCમાં દયાબેનનો લોકપ્રિય ચહેરો રહી છે. જોકે, તે 2018માં પ્રસૂતિ રજા પર ગઈ હતી. ત્યારબાદ તે ક્યારેય પાછી ફરી નહીં. ફેન્સ તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોના નિર્માતાઓએ ઘણી વાર કહ્યું છે કે નવી દયાબેનની શોધ ચાલુ છે.


  • Follow us on: