ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ સતત ચર્ચામાં છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, આરજે મહવશને ડેટ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ગઈકાલે (23 જુલાઈ) પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને તે હવે 35 વર્ષનો થઈ ગયો છે. ઘણા સેલિબ્રિટીથી લઈ ફેન્સે તેને શુભેચ્છા પાઠવી હતી પરંતુ એક પોસ્ટ એવી છે જે સૌથી વધુ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ યુઝવેન્દ્ર ચહલ માટે પણ ખૂબ જ ખાસ છે.


યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડે કરી પોસ્ટ

યુઝવેન્દ્ર ચહલને તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશે સુંદર રીતે શુભેચ્છા પાઠવી હતી. આરજે મહવશને ચહલ એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ બંને હંમેશા કહે છે કે તેઓ સારા મિત્રો છે. તેઓ તેમના સંબંધોના સમાચાર પર મૌન રાખે છે. આરજે મહવશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચહલનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એક રેસ્ટોરન્ટમાં બેઠો જોવા મળી રહ્યો છે. ચહલનો લુક એકદમ કૂલ છે.


સ્ટોરી શેર કરતી વખતે મહવશે લખ્યું હતું કે, 'જન્મદિવસની શુભકામનાઓ યુજી, ઉંમર વધવીએ જીવનનો એક ભાગ છે અને જીવનના અન્ય હિસ્સા તેનાથી પણ ખરાબ છે. તેથી ઓલ ધ બેસ્ટ.' મહવશીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

આરજે મહવશ અને ચહલના થશે લગ્ન?

યુઝવેન્દ્ર ચહલને તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશના લગ્ન અંગે દાવો કરવામાં આવ્યો હતો. તેના પર મહવશે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે, 'કેટલાક ન્યૂઝ ચેનલો દાવો કરી રહી છે કે મારા લગ્ન 31 જૂને છે. આ તે જ ફોટા છે. રરાજા હમણાં જ ભાગી ગયો છે. શું કોઈ મારી સાથે લગ્ન કરશે?' મહવાશે આ પોસ્ટ સાથે દાવોઓ પર કટાક્ષ કર્યો છે. 


  • Follow us on: